ETV Bharat / state

Vadodara News: વડોદરામાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ, 8ની અટકાયત - Throw stones in Vadodara

કોઇ વાત કે કોઇ વિવાદ વગર કેમ બે નાત વચ્ચે અથડામણ થઇ રહી છે. સમાજમાં આ બિજ કોણે બોય તે કહેવું મુશ્કેલ છે. વર્ષો પહેલા કોઇ નાત કે જાત ના હતી. માત્રને માત્ર માનવતા હતી. સમાજમાં એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેનાથી ચોંકી જવાય છે. આ પહેલા પણ વડોદરામાં પથ્થર મારો થયો હતો. ફરીવાર એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે કોમના લોકો વચ્ચે અથડામણ થઇ હતી. જેના પગલે આઠ વ્યક્તિઓની અટકાયત કરાઈ છે.

વડોદરામાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ,  પોલીસે કરી 8ની અટકાયત

author img

By

Published : Jul 3, 2023, 1:34 PM IST

વડોદરા: શહેરના અતિસંવેદનશીલ ગણાતા વાડી રંગમહાલ વિસ્તારમાં બંને કોમના લોકો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. જે મામલો ગરમાતા સામ સામે જુથ બાખડી પડ્યું હતું. આ બબાલ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પૂર્વે પોલીસને જાણ થતા જ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરી હતી.

પથ્થરમારો થયોઃ આ બનાવમાં બે જૂથ સામ સામે આવી જતા પથ્થરમારો થયો હતો. આ મામલે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જેમાં 15 ની ઓળખ થઈ છે અને 8 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસને વિગત મળી હતી કે, પાણીગેટની હદમાં આવતા વિસ્તારમાં મોટી સંખ્યામાં ટોળું એકઠું થયું છે. જેથી યુદ્ધના ધોરણે પોલીસ ટીમને રવાના કરી દેવાઈ હતી.

"પાણીગેટ હરણખાના વિસ્તારમાં લોકોના ટોળા ભેગા થયા હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસનો સ્ટાફ તાત્કાલના સ્થળે પહોંચ્યો હતો. આ લોકોની અંદર અંદરની બબાલ થઈ હોવાની પ્રાથમિક વિગતો મળી છે. અંદર અંદર થયેલી બબાલ અન્ય લોકો જોવા માટે એકઠા થયા હતા. આ સિવાય કોઈ અન્ય મોટો બનાવ બન્યો નથી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ બબાલ કરનારી ઇસમોને ઝડપી પાડવા માટે સીસીટી ફૂટેજના આધારે પણ તપાસ શરૂ કરી છે. હાલમાં કોઈપણ પ્રકારનો પથ્થરમારો થયો હોવાનું જણાતું નથી. આ ઘટનને લઈ પાણીગેટ અને વાડી પોલીસ અને ક્રાઇમબ્રાન્ચની ટીમો અહીં આવી પોહચી છે. હાલમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ લોકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારના ખોટી અફવાઓ ન ફેલાવે આ કોઈ મોટો બનાવ નથી એવું જણાવ્યું હતું" -- યશપાલ જગાણીયા (ડી.સી.પી)

8ની અટકાયત: સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ કરતા બે કોમ વચ્ચે થયેલ સામાન્ય પથ્થરમારાને લઈ પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે બંને કોમના 20થી વધુ ઈસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પાણીગેટ પોલોસે અત્યાર સુધીમાં 8 ઇસમોની અટકાયત કરી છે. હાલમાં પથ્થરમારાના બનાવને પગલે તે વિસ્તારમાં શાંતિમો માહોલ છે. પોલોસે સતર્કતા દાખવી તાત્કાલિક ઘટના સ્થળે પોહોંચતા ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાજ શાંત પડ્યો હતો.

બે કોમ વચ્ચે પથ્થરમારો: આ અંગે પાણીગેટ પોલીસ મથકના પી.આઈ એચ.જે.પટેલે જણાવ્યું હતું કે ગત રાત્રે 10 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. આ બનાવ નજીવી બાબતે બન્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં બાળકોના 20 થી 25 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવ અંગે સીસીટીવી ફુટેજની પણ મદદ લેવામાં આવી રહી છે. જેમાં બંને કોમના માણસો સામ સામે આવી પથ્થરમારો કર્યો હતો. આ મામલે અત્યાર સુધીમાં 15 લોકોની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી 8 લોકોની અટકાયત કરવામાં આવી છે અને કોરોના અને મેડિકલ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અન્ય ઇસમોને પણ સીસીટીવી આધારે સત્વરે ઝડપી લેવામાં આવશે.

પોલીસની બાજ નજર: ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જ વડોદરા પોલીસે કોમી માનસિકતા ધરાવતા પથ્થર બજોમાં સામેલ 300થી વધુ આરોપીઓના નામ જાહેર કર્યા હતા. આગામી દિવસોમાં વિવિધ તહેવારોને લઈ શહેરમાં કોઈપણ પ્રકારની આઇચ્છનીય ઘટના ન બને તે માટે શહેરના અતિસંવેદનશીલ વિસ્તાર પાણીગેટ અને વાડી વિસ્તારના છેલ્લા પાંચ વર્ષમાં તોફાનોમાં સામેલ અને કોમી માનસિકતા ધરાવતા 300થી વધુ આરોપીઓના નામ જાહેર કરી પોલીસે તેઓની હાલની પ્રવૃત્તિ અને ગતિવિધિ પર નજર રાખી રહી છે.

  1. Vadodara Rain : વડોદરામાં 2 કલાક ભારે વરસાદ ખાબકતા રોડ રસ્તા સ્વિમિંગ પુલ બન્યા, બાળકોએ મસ્તીઓ લૂંટી
  2. Vadodara News : વડોદરાની સિગ્મા યુનિવર્સિટીમાં રોજગાર મેળાનું આયોજન, 150થી વધુ કંપનીઓ આવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.