વર્ષે 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરમાં આ વાયરસજન્ય રોગનો પ્રથમ કેસ નોંધાયો હતો.તેને ચાંદીપુરમ નામે ઓળખવામાં આવે છે.મોટેભાગે 14 વર્ષથી ઓછી ઉમરના બાળકો આ વાયરસથી સંક્રમિત થાય છે.
વડોદરા જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સેન્ડ ફ્લાય રેતાળ માખી જેની વાહક છે. ચાંદીપુરમ વાયરસથી થતી એકયુટ વાયરસ એન્સેફેલાઈટીસની બિમારીને અટકાવવા તકેદારીના જરૂરી આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. તાજેતરમાં વડોદરા નજીકના ભાયલીના ખળી વિસ્તારની એક બાળકીનુ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પૂણેની વાયરોલોજી ઇંસ્ટીટ્યુટમા કરાવવામાં આવેલી ચકાસણીમાં આ કેસ પોઝીટીવ આવ્યો હતો. જીલ્લા આરોગ્ય વિભાગે ફરીવાર આ વિસ્તારના ૫૦ ઘરોમાં વાહક માખીના નાશ માટે મેલેથીઓન ડસ્ટીંગનો સઘન છંટકાવ કરાવામાં આવ્યો હતો.
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.ઊદય તિલાવતે આ અંગે જણાવ્યું હતું કે, તકેદારીના આગોતરા પગલાના રૂપમાં આ વર્ષના મેં, જુન અને જુલાઈ મહિનાઓમાં જીલ્લાના જોખમી વિસ્તારના 153304 હાઇરિસ્ક ઘરોમાં પાવડરનો સઘન છંટકાવ કરાવવામાં આવ્યો હતો. સેન્ડ ફ્લાય કાચી-પાકી દીવાલોની તિરાડોમાં જોવા મળે છે. માખી બે ફૂટથી ઉચે ઉડી શક્તિ નથી. તેને અનુલક્ષીને જમીનથી બે ફૂટ ઉચાઇ સુધી છંટકાવ કરાવવામાં આવે છે. આ ઉપરાંત ઢોર-ઢાખરના વાડા, કોઠાર જેવી 7085 જગ્યાઓ પર પણ છંટકાવ કરાવવામાં આવ્યો હતો. છંટકાવ માટે 1744 કિગ્રા મેલેથીઓન પાવડર ઉપયોગ કરવામાં આવ્યો હતો.