વડોદરા: ચૈત્રી નવરાત્રીની આઠમના દિવસે માતાજીના મંદિરે ધ્વજારોહણનું ખાસ મહત્વ હોય છે. નવ કુવારીકાઓને જમાડવામાં આવે છે. એ નવ સ્વરૂપ છે નવરાત્રીમાં તેની પૂજા થાય છે. વિશેષ પૂજા હવન તેમજ માતાજીના ભજન કરીને આઠમના દિવસે વિશેષ ધ્યાન ધરવામાં આવે છે. જેટલું મહત્વ આસો માસની આઠમનું હોય છે એટલું જ મહત્વ ચૈત્ર મહિનાની નવરાત્રીની આઠમનું માનવામાં આવે છે.
આજના દિવસનો મહિમા: નવરાત્રીનો તહેવાર એ હિન્દુઓનો ધાર્મિક આસ્થાનો તહેવાર છે. સંસ્કૃત ભાષામાં નવરાત્રીનો શબ્દનો અર્થ થાય છે. નવ રાત્રીઓનો સમૂહ'. નવરાત્રી આ નવરાત્રીઓ અને દસ દિવસનો દરમિયાન મા શક્તિના વિવિધ નવ દિવસ નવ સ્વરૂપનીની પૂજા અને આરાધના કરવામાં આવે છે. નવરાત્રીમાં ચૈત્રી અને આસો નવરાત્રીનું ખૂબ મહત્વ છે. જેમાં ખાસ કરીને હાલમાં ચાલી રહેલ ચૈત્રી નવરાત્રીમાં આજનો દિવસ ખૂબ મહત્વનો છે.
આંબા માંતાજીના દર્શનાર્થે: મહા અષ્ટમીનો અનેરો દિવસ: ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે ત્યારે આજનો દિવસ ચૈત્ર સુદ અઠમનો દિવસ છે. આજના દિવસનું મહત્વ અંગે મહંત દુર્ગેશ પંડિતે જણાવ્યું કે આજનો દિવસ મહા અષ્ટમી કે દુર્ગા અષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. વહેલી સવારથીજ ભાવિ ભક્તોનું ઘોડાપુર શહેરના માંડવી વિસ્તારમાં આવેલ ઘડિયાળી પોળ ખાતે પૌરાણિક આંબા માંતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે.
આ પણ વાંચો Vadodara News: ચૈત્રી નવરાત્રી-રમઝાનના ઉપવાસીઓ માઠા વાવડ, ફળમાં ભાવવધારો થયો
અનેરું મહત્વ:આજના દિવસના રોજ ભગવતી જગદંબાએ મહિસાસુરનો વધ કર્યો હતો. એટલે આજનો દિવસ દેવીના માટે દુનિયામાં થતા દુરાચાર ઉપર સદાચારના વિજયનો દિવસ તરીકે આજનો દિવસ ગણાતો હોય છે. આજના દિવસે ઘણા સંગો માતાજીને ધ્વજ ચડાવવા આવતા હોય છે. જેથી આજના દિવસનું દિવ્યા ધ્વજ ચડવાનનું ખૂબ મહત્વ ધરાવતું હોય છે. દેવીની જીત એક પ્રતીક છે. ધ્વજ જાતે લહેરાતો ધ્વજાસ્તંભ ઉપર રોપવામાં આવે છે. આ દેવીની જીત અને દેવી દ્વારા સ્થાપન કરવામાં આવેલ લોકોમાં તૃસ્ટી પુષ્ટિ અને તેમના આશીર્વાદ દર્શાવે છે.
આ પણ વાંચો Vadodara Airport : પરદેશ જનાર માટે ખુશીના સમાચાર, ઇન્ટરનેશનલ એરપોર્ટની મળી મંજૂરી
કંજક પૂજાનું મહત્વ: આજના દિવસે કંજક પૂજાનું પણ મહત્વ ખૂબ જ હોય છે. આજના દિવસે નવ કુવારીકાઓને જમાડવામાં આવે છે. એ નવ સ્વરૂપ છે નવરાત્રીમાં તેની પૂજા થાય છે. આ એટલા માટે કે આ નવ સ્વરૂપ નવરાત્રીઓમાં પૂજવામાં આવે છે. જેથી નવ કુવારીકાઓને જમાડવામાં આવે છે અને તેને બરોબર તે પ્રમાણે માનવામાં આવે છે. આજના દિવસે માતાજીને હવન પૂજા પણ કરવામાં આવે છે. જેની અંદર હોમાસ્ટક હવન કરવામાં આવતું હોય છે અને મહા ગૌરી દેવીનું આહવાન કરવામાં આવે છે. જેથી ભક્તોને સંતુષ્ટિ, પુષ્ટિ અને ઉત્તમ આરોગ્ય પ્રદાન કરે છે.