તાજેતરમાં વિજયા બેન્ક, દેના બેન્ક અને બેંક ઓફ બરોડાનું સામૂહિક રીતે વિલીનીકરણ થવાથી બેંક ઓફ બરોડાની મોટી બેંકમાં ગણતરી થઇ છે. ત્યારે ચાંદોદ ખાતે B.O.B. બેંક વિવિધ સેવાઓ સાથે કાર્યરત થઈ છે. બેંક દ્વારા વૃક્ષારોપણ થકી સમાજમાં પર્યાવરણની જાળવણી અને તેના પ્રત્યે જાગૃતતા અંગેના સંદેશ સાથે B.O.Bના સ્થાપનાના 112 વર્ષ પૂર્ણ થતાં ચાંદોદ નજીકના સણોર ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં B.O.Bના મેનેજર સુભાષ સિંગ, એગ્રીકલ્ચર ઓફિસર મનોહર સોરાવણે સહીત ખેડૂત અગ્રણી જયપાલસિંહ મહારાણા, રાકેશ રણા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય પીન્ટુ રણા સહિત શાળા પરિવાર અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા