વડોદરા હાલમાં મોરબીમાં આવેલ મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ અચાનક તૂટી (bridge dilapidated in Sankheda) જવાથી અસંખ્ય નાગરિકો મોતના મુખમાં ધકેલાઈ છે. સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી જવા પામ્યો છે, ત્યારે આવા જોખમી પુલો ચર્ચાના ચગડોળે ચડયા છે. તેવામાં વડોદરામાં ઓરસંગ નદી ઉપરનો વર્ષો પહેલા નિર્માણ પામેલ પુલ હાલ જર્જરિત હાલતે પહોંચી ગયો છે. વિસ્તારના નાગરિકોને હાલ ચિંતા સતાવી રહી છે કે, જો સમયસર આ પુલની મરામત નહીં થાય તો ભવિષ્યમાં આ પુલ પણ મોટી હોનારતનું કારણ બને તો નવાઈ નહીં. (Sankheda Orsang River)
પુલની જર્જરિત અવસ્થા સંખેડા તાલુકાના ગામડાઓના નાગરિકો અને વેપારીઓને કોઈપણ કામ અર્થે ડભોઈ વડોદરા જવું હોય તો તેઓને સંખેડા અને બહાદરપુરને જોડતો ઓરસંગ નદી ઉપરના પુલને પસાર કરવો જ પડે. ઓરસંગ (Morbi Tragedy) નદી ઉપર ભૂતકાળમાં આ પુલનું નિર્માણ થતાં સંખેડાના નાગરિકોને આવાગમન માટે મોટી રાહત થયેલી છે. જેથી તે સમયે નાગરિકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. પુલનું નિર્માણ થતાં નાગરિકોના આવાગમન સાથે નદીના પટમાં રેતીની લીઝો ધમધમતી થઈ અને રેતી ભરેલી ભારદારી અસંખ્ય ટ્રકો આ પુલ ઉપરથી પસાર થવા લાગી. પરતું હાલ આ પુલની જર્જરિત અવસ્થા હોવાનું સ્થાનિક નાગરિકો કહી રહ્યા છે. (Orsang River Chiman Bridge)
પુલ મોટી હોનારતનું કારણ બની શકે છે આ પુલ અંદાજે પચાસેક વર્ષ પહેલાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન સ્વ. ચીમનભાઈ પટેલનાં પ્રયત્નોથી મંજૂર થઈ નિર્માણ પામેલ છે. જેથી આ વિસ્તારના નાગરિકો આ પુલને ચીમન પુલ તરીકે જ ઓળખતાં. પરતું હાલ આ (dilapidated bridge over Orsang River) પુલની જર્જરિત અવસ્થા હોવાનું સ્થાનિક નાગરિકો કહી રહ્યા છે. પુલની રેલિંગ જર્જરિત થઈ ગયેલી છે અને તેના સળિયા પણ ખુલ્લા થઈ ગયેલા જોવા મળી રહ્યાં. જે તંત્રની નિષ્કાળજી અને બેદરકારીની ખુલ્લેઆમ સામે આવી રહી છે તેવું લાગી રહ્યું છે. જો સમયસર આ પુલની મરામત નહીં થાય તો ભવિષ્યમાં આ પુલ પણ મોટી હોનારતનું કારણ બને તો નવાઈ નહીં.(dilapidated bridge in Gujarat)