ETV Bharat / state

વડોદરા શહેરના માંજલપુરમાં પંખા સાથે લટકતી કિશોરનો મૃતદેહ મળ્યો - Body of teenager found hanging with fan

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સુબોધનગરમાં 15 વર્ષના કિશોરનો કૂતરા બાંધવના બેલ્ટ અને પંખા સાથે લટકતો મૃતદેહ મળી આવ્યો(Body of teenager found hanging with fan) છે. મૃતકના પરિવારે હત્યાનો આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Body of teenager found hanging with fan
Body of teenager found hanging with fan
author img

By

Published : Jan 9, 2023, 1:07 PM IST

વડોદરા: શહેરના માંજલપુર વિસ્તારમાં સુબોધનગરમાં 15 વર્ષના કિશોરનો કૂતરા બાંધવના બેલ્ટ અને પંખા સાથે લટકતો મૃતદેહ મળી આવ્યો (Body of teenager found hanging with fan) છે. મૃતકના પરિવારે હત્યાનો આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. લોકડાઉનમાં કરેલી 4 લાખ રૂપિયાની મદદ પેટે કિશોરને ઘરકામ માટે રાખ્યો હોવાનું બહાર આવ્યું છે.આ મામલે એફએસએલ ની પણ મદદ લેવામાં આવી રહી છે અને વધુ તપાસ બાદ તથ્ય બહાર આવશે.

પંખા સાથે લટકતો મૃતદેહ મળી આવ્યો: પોલીસને આજે બપોરે 3 વાગ્યા આસપાસ કોલ મળ્યો હતો કે, માંજલપુર વિસ્તારમાં સુબોધનગરના એક મકાનમાં એક કિશોરે આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ, FSL અને ડોગ સ્ક્વોડ પણ ઘટના સ્થળે દોડી ગયું હતું અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ દરમિયાન પીડિત પરિવારે ઘરમાં તોડફોડ કરી હતી. પીડિત પરવારનુ ઘર નજીકમાં આવેલા ગોકુલનગરમાં છે. સુબોધનગર સ્થિત આ ઘરમાં દીપાબેન, રાજેશભાઈ અને ગગનભાઈ રહે છે અને તેઓ કિશોરને ત્રાસ આપતા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.

પરિવારના ગંભીર આક્ષેપો: સમાજના અગ્રણી સંજય ઉઘરેજીયાએ જણાવ્યું હતું કે, અમને એવુ લાગે છે કે, વિપુલને મારીને લટકાવી દેવામાં આવ્યો છે. જો એને આત્મહત્યા કરી હોત તો તેને પગ નીચે પડેલા ન હોત. કૂતરાના બેલ્ટથી એને મારી નાખવામાં આવ્યો છે. એને ત્રાસ આપેલો છે એવુ અમને લાગે છે. છોકરાના પિતાને કેન્સરની બીમારી છે. છોકરાઓ બેથી ત્રણ વર્ષથી અહીં કામ કરતા હતા. એ લોકો લાખ-બે લાખ રૂપિયા એમને આપે તો એ લોકો એવુ કહેતા હતા કે, આ બધુ વ્યાજમાં ગયું. એમની મૂડી એવીને એવી બાકી રાખતા હતા. તેઓ કહેતા કે, અમારા રૂપિયા બાકી છે, ત્યાં સુધી અહીં કામ કરવુ પડશે. એવી રીતે માનસિક ત્રાસ આપીને કામ કરાવતા હતા. અમને ન્યાય મળવો જોઈએ એ જ અમારી માંગણી છે. આ પરિવાર ભાદરવા ચેહર માતા મંદિર સાથે સંકળાયેલો છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે તપાસ થશે: એસીપી પ્રણવ કટારીયાએ જણાવ્યું હતું કે, 15 વર્ષના છોકરાએ પંખા વડે ગળે ફાંસો ખાધો છે. મૃતદેહને પોસ્ટરમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ પછી જ વધારે માહિતી બહાર આવશે. FSLની ટીમે પણ તપાસ કરી છે, તેના રિપોર્ટના આધારે આગળની તપાસ કરવામાં આવશે. પરિવારજના આક્ષેપો પણ છે. તમામ બાબતની ન્યાયીક તપાસ થશે. મૃતકે દબાણમાં આવીને આત્મહત્યા કરી હશે તો તેની પણ કાર્યવાહી કરવામાં આવશે.

For All Latest Updates

TAGGED:

Vadodara
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.