વડોદરાઃ જિલ્લાના સાવલીમાં આવેલા સાવલી-ડેસર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ઓફિસમાં પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. કોરોના મહામારીના કપરાકાળમાં અકસ્માત, ડિલીવરી, જેવા અનેક સમયે લોહીની જરૂરિયાત ઉભી થાય છે અને કોરોના ચેપના ભયના કારણે રક્તદાન માટે રક્તદાતા આગળ આવતા ખચકાય છે અને સમગ્ર રાજ્યમાં લોહીની તંગી ન સર્જાય તે માટે સદાય વિદ્યાદાન કરતાં રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો આગળ આવ્યાં છે.
આજે પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવે ઉપસ્થિત રહી રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોની વિદ્યાદાન તો કરતાં જ આવ્યા છે, પણ તેવોની રક્તદાનની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર, જિલ્લા શિક્ષણ અધિકારી અર્ચનાબેન ચૌહાણ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રણજીસિંહ પરમાર, ઉપપ્રમુખ પરિમલ તલાટી, પ્રધાન તેમજ હોદ્દેદારો શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.