ETV Bharat / state

વડોદરામાં કોરોનાના ઈલાજ રેમિડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી - remidecivir injection

કોરોનાનો કહેર વધતા કેટલાક મેડિકલ સ્ટોર રેમિડેસિવિર ઇન્જેક્શનના ભાવ 1,700ને બદલે 5,500 રૂપિયા વસૂલે છે. ધ કેમિસ્ટ ડ્રગીસ્ટ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે, બે-ત્રણ દિવસમાં ભાવ સ્ટેબલ થઇ જશે અને સરકારે પણ ભાવમાં નિયંત્રણ કરી લેવું જોઈએ.

રેમિડેસિવિર ઇન્જેક્શન
રેમિડેસિવિર ઇન્જેક્શન
author img

By

Published : Apr 2, 2021, 8:54 PM IST

  • અમુક મેડિકલ સ્ટોર રેમિડેસિવિર ઇન્જેક્શનના 1,700 બદલે 5,500 રૂપિયા વસૂલે છે
  • કાળાબજારી કરતા તંત્ર સામે કડક કાર્યવાહીની માગ
  • 700થી વધુ જેટલા રિટેલર હોલસેલર છે જેઓ એસોસિએશનના મેમ્બર નથી

વડોદરા : રેમિડેસિવિર ઈન્જેક્શનના ભાવ અમુક મેડિકલ સ્ટોર 1,700 બદલે 5,500 રૂપિયા વસૂલે છે, ઇન્જેક્શનની કુત્રિમ અછત ઊભી કરવા MRP પ્રમાણે ભાવ વસૂલવામાં આવી રહ્યા છે, ત્યારે ફેડરેશન ઓફ ગુજરાત ધ કેમિસ્ટ ડ્રગીસ્ટ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે, કંપની તરફથી માલ ઓછો આવી રહ્યો છે. જે બે-ત્રણ દિવસમાં ભાવ સ્ટેબલ થઇ જશે અને સરકારે પણ ભાવમાં નિયંત્રણ લાવવાની જરૂર છે.

આ પણ વાંચો : ભાવનગરમાં કોરોના કેસ વધતા રેપિડ ટેસ્ટમાં વધારો, રેમિડેસિવિર ઇન્જેક્શનના ભાવમાં ઘટાડો

કોરોનાથી રાહત આપતા રેમિડેસિવિર ઇન્જેક્શનના ભાવ 1,500ને બદલે 5500 રૂપિયા અમુક મેડિકલ સ્ટોર લઈ રહ્યા છે

વડોદરા શહેરમાં કોરોના સંક્રમણનો વધારો થઇ રહ્યો છે, ત્યારે કોરોના સામે રાહત આપતા રેમિડેસિવિર ઇન્જેક્શનના ભાવમાં પણ વધારો થયો છે. રેમિડેસિવિર ઇન્જેક્શનની કૃત્રિમ અછત શરૂ થતા કેટલાક મેડિકલ સ્ટોર 1,500 રૂપિયાથી 1,700 મળતા ઇન્જેક્શનના 5,500 રૂપિયામાં વેચાણ કરી રહ્યા હોવાની માહિતી મળી છે. કોરોના કહેર વધી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરની હોસ્પિટલ પણ ફુલ થઇ ગઈ છે, ત્યારે કોરોનાથી રાહત આપતા ઇન્જેકશનના અમુક મેડિકલ સ્ટોરવાળા કાળાબજારી કરતા તંત્રે પણ આવા મેડિકલ સ્ટોર સામે કડક કાર્યવાહી કરવી જોઇએ તેવી પણ માગ ઉઠી છે.

આ પણ વાંચો : ગુજરાત રાજ્યમાં રેમિડેસિવિર ઇન્જેક્શનનો પુરતો જથ્થો ઉપલબ્ધ

બે-ચાર દિવસમાં બધું સ્ટેબલ થવાની શક્યતા

કાળાબજારી કરતા સ્ટોર સામે પણ કડક કાર્યવાહી થવી જોઇએ તેવી પણ માગ ઉઠી છે, ફેડરેશન ઓડ ગુજરાત ધ કેમિસ્ટ ડ્રગીસ્ટ એસોસિએશન ગુજરાત પ્રમુખ અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી કંપનીમાંથી માલ ઓછો આવી રહ્યો છે. બે-ત્રણ દિવસમાં બધું સ્ટેબલ થઇ જશે, ફેડરેશન ઓફ ગુજરાત ધ કેમિસ્ટ્રી ડ્રગીસ્ટ એસોસિએશનના 1,700 હોલસેલ અને રિટેલ મેમ્બર્સ છે, તે લોકો સરકારના ભાવ પ્રમાણે જ ઇન્જેક્શનના ભાવ લઈ રહ્યા છે જે એસોસિએશનના મેમ્બર નથી. તે લોકો જ કાળાબજારી કરી રહ્યા છે, સરકારે પણ ભાવમાં નિયંત્રણ કરી લેવા જોઈએ. 700થી વધુ જેટલા રિટેલર હોલસેલર છે જેઓ એસોસિએશનના મેમ્બર નથી હોસ્પિટલમાં પણ આ ઈન્જેક્શનનો ખર્ચ પણ ઓછો લેવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.