ડભોઇ ડભોઇના ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા ( BJP Former MLA Balkrishna Patel ) , પૂર્વ ધારાસભ્ય, સ્થાનિક અગ્રણી અને મોટાગજાના પાટીદાર નેતા બાલકૃષ્ણ પટેલે ( ઢોલાર ) રવિવારે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે (GPCC ) થી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો ( Balkrishna Patel Joins Congress ) હતો. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, અર્જુનભાઈ મોઢવાડીયા, મનીષભાઈ દોશી, ડભોઈના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થભાઈ પટેલ સહિતના વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં બાલકૃષ્ણ ભાઈ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતાં.
ચૂંટણીમાં ઉમેદવાર બનાવવાની ગણત્રીઓ તેમના કોંગ્રેસ પ્રવેશથી ડભોઇ વિધાનસભા બેઠક ( Dabhoi assembly seat ) ઉપર એક મોટો અપસેટ સર્જાશે તેવી ગણત્રી રાજકીય પંડિતો માંડી રહ્યાં છે. હાલ ચર્ચાઓ ચાલી રહી છે કે આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) મા કોંગ્રેસ પાર્ટી બાલકૃષ્ણ પટેલને ( Balkrishna Patel Joins Congress ) ઉતારી પાટીદાર કાર્ડ ( Patidar Card ) ખેલી આ બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે. જેથી આવનાર સમય માટે રાજકીય પંડિતો નવેસરથી રાજકીય ગણિત માંડવાના કામે લાગી ગયાં છે.
અહીં કોઇ ઉમેદવાર બીજીવાર વિજેતા બનતો નથી રાજકીય પંડિતોના મતે આ મત વિસ્તારમાંથી ( Dabhoi assembly seat ) આજદિન સુધી કોઈપણ ઉમેદવાર સતત બીજી ટર્મ માટે વિજેતા બન્યો નથી. માટે આવો ઈતિહાસ ધરાવતી ડભોઇ વિધાનસભા બેઠકને કેટલાક પંડિતો શ્રાપિત માની રહયાં છે. જેથી હવે જોવાનું રહે છે કે, ભાજપના હાલના વર્તમાન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ( MLA Shaileshbhai Mehta ) ને પુનહ ઉમેદવાર તરીકે રીપીટ કરે છે કે નહીં. જો રીપીટ કરે છે, તો તેઓ વિજયી બની નવો ઈતિહાસ રચે છે કે પછી જૂની પરંપરા જ ચાલુ રહે છે એ તો આવનાર સમય જ બતાવશે.
આ બેઠક જીતવા ભાજપની જોરદાર તૈયારીઓ હાલ ભાજપે બુથ લેવલ સુધીની તૈયારીઓ પૂર્ણ કરી આ બેઠક ( Dabhoi assembly seat ) જીતવા એડીચોટીનું જોર લગાવી રહી છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ પાટીદાર નેતા બાલકૃષ્ણ પટેલને ( Balkrishna Patel Joins Congress ) તાબડતોબ પક્ષમાં સમાવી માસ્ટર સ્ટ્રોક માર્યો છે. ત્યારે કેટલાક રાજકીય પંડિતો માથું ખંજવાળતા થયાં છે અને ગણત્રી માંડી રહ્યા છે કે ભાજપ પણ ડભોઇ વિધાનસભા બેઠક જીતવા પાટીદાર કાર્ડ ખેલી વર્તમાન ધારાસભ્યને બદલી મજબૂત પાટીદાર નેતાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારશે.