વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે લોકોની સુવિધામાં વધારો થશે. કારણ કે, અહીં 2.76 કરોડ રૂપિયા ખર્ચે ઈન્ડોર સ્ટેડિયમ અને 2.86 કરોડ રૂપિયાના ખર્ચે તાલુકા પંચાયતનું નવું મકાન બનશે. આ બંનેનું ભૂમિપૂજન ધારાસભ્ય (Shailesh Mehta MLA Dabhoi) શૈલેષ મહેતાએ (bhumi pujan of Dabhoi Indoor Stadium) કર્યું હતું.
યુવાનોમાં ઉત્સાહ વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) પહેલાં હાલની ડબલ એન્જિન "ભરોસાની ભા.જ.પ.સરકાર" દ્વારા ડભોઈ દર્ભાવતિ નગરને વધુ એક વિકાસ કાર્યની સુવિધા મળતાં નગર વિકાસનાં પંથે આગળ વધશે. આ સુવિધામાં નગરમાં 2.76 કરોડ રૂપિયાના ખર્ચે ઈન્ડોર સ્ટેડિયમ (bhumi pujan of Dabhoi Indoor Stadium) ઉપલબ્ધ થશે, જેથી ઉપલબ્ધ થનાર આ સુવિધાના સમાચારથી નગરનાં યુવાનો અને રમત પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
ઈન્ડોર સ્ટેડિયમ બનશે ડભોઈ-દર્ભાવતિ નગરીના ઈતિહાસમાં પહેલીવાર ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા)ના (Shailesh Mehta MLA Dabhoi) પ્રયાસોથી ડભોઇ નગરપાલિકા (Dabhoi Nagarpalika) વિસ્તારમાં "સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના "અંતર્ગત રૂપિયા 2.76 કરોડના ખર્ચે વિમલ સોસાયટી પાસે આશરે ૧.૧૨ લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં આ ઈન્ડોર સ્ટેડિયમ બનાવવામાં આવશે.
ઈન્ડોર સ્ટેડિયમની સુવિધા આ ઈન્ડોર સ્ટેડિયમમાં (bhumi pujan of Dabhoi Indoor Stadium) જીમ અને સ્વિમિંગ પૂલની સુવિધા સાથે બેડમિન્ટન, ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ કોટૅ, 8128 ફૂટનો સાઇકલિંગ ટ્રેક, 6064 ફૂટનો જોગિંગ ટ્રેક, 4470 સ્ક્વેરફુટ પાર્કિંગ એરીયા, મેલ ફીમેલ રૂમ્સ તથા ટોયલેટ બ્લોક વગેરેની સુવિધાઓ સાથે આ અત્યાધુનિક ઇન્ડોર સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે. જેમાં ઇનડોર અને આઉટડોર ગેમ રમી શકાશે.
ઇન્ડોર સ્ટેડિયમની જગ્યા-બાંધકામ ડભોઇ નગરમાં શિનોર ચોકડી પાસે વિમલ સોસાયટીની સામે નગરપાલિકા (Dabhoi Nagarpalika) હસ્તકના ટી.પી.ફાઇનલ પ્લોટ નં 35ની
કુલ 1.12 સ્ક્વેર ફૂટની જગ્યામાં આ ઇન્ડોર સ્ટેડિયમ બનાવવામાં આવશે. આમાં 11327 સ્ક્વેર ફૂટમાં ઇન્ડોર સ્ટેડિયમનું બાંધકામ થશે. તેનું આજરોજ ભૂમિ પૂજન કરી તેના બાંધકામ માટેનાં શ્રી ગણેશ કરી ટૂંકા સમય ગાળામાં તૈયાર થતાં નગરનાં નગરજનોને આ અત્યાધુનિક ઈન્ડોર સ્ટેડિયમની સુવિધા ઉપલબ્ધ થશે.
તાલુકા પંચાયતનું ખાતમુહૂર્ત સાથે સાથે છેલ્લા કેટલાય વર્ષોથી તાલુકા પંચાયતની (Taluka Panchayat Office Vadodara) બિલ્ડીંગની જર્જરીત હાલતમાં થઈ જવા પામી હતી. જે બિલ્ડીંગ 2.86 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે નવનિર્માણ પામશે તેનું ખાતમુહૂર્ત પણ આજરોજ કરવામાં આવ્યું હતું.
'રમશે ગુજરાત જીતશે ગુજરાત' ધારાસભ્યે જણાવ્યું હતું કે, સૌનો સાથ સૌનો વિકાસ વડાપ્રધાનનું સૂત્ર છે, જેને ધ્યાને લઈ તેઓએ સ્લોગન પણ આપ્યું છે કે ' રમશે ગુજરાત જીતશે ગુજરાત ' તેવી જ રીતે " રમશે ડભોઇ અને જીતશે ડભોઇ" જેથી ડભોઇ નગરની નવયુવાન પેઢી રમતમાં પણ ઉંડો રસ ધરાવતી થશે.