વડોદરા શહેરના પ્રતાપનગર દંતેશ્વર વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર દિનકર જાદવ ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે ગત ઓગસ્ટ મહિનામાં મિત્રની ઓળખાણથી જ ન્યૂઝીલેન્ડમાં એક ખાનગી કંપનીમાં નોકરી માટે અરજી કરી હતી. જેના થોડા દિવસ બાદ વર્ચ્યુઅલ ઝૂમ દ્વારા ઇન્ટરવ્યુ થયું હતું. જેથી ધર્મેન્દ્ર જાદવે (Betrayed by a friend in Vadodara ) આ અંગે તેના વડોદરા ખાતે રહેતા મિત્ર રવિ મિશ્રાને માહિતી આપી હતી અને તેને પણ કંપનીનું ઇમેલ એડ્રેસ આપી અરજી કરવા કહ્યું હતું. આખરે મિત્રએ મિત્રને દગો આપી ખોટો ઇમેઇલ (Land Grabbing Case Mail )કર્યો હતો.
નિમણૂક નહીં થવાનો કોલ મળ્યો થોડા દિવસો બાદ ન્યૂઝીલેન્ડની કંપનીમાંથી ધર્મેન્દ્ર જાદવ (Betrayed by a friend in Vadodara ) ને ફોન આવ્યો હતો અને તેઓ રામજી મંદિરની જમીન પચાવી પાડી લેન્ડ ગ્રેબિંગના કેસમાં સંડોવાયેલો છે. તે પ્રકારનો ઇમેલ તેમને તથા એમ્બેસીને મળ્યો છે તેથી તેમની નિમણૂક નહીં થઇ શકે તેમ જણાવ્યું હતું. આ અંગે ધર્મેન્દ્ર જાદવે રામજી મંદિરના ટ્રસ્ટીને મળી વાત કરતા જાણવા મળ્યું હતું કે તેમણે તો આવો કોઇ ઇમેલ (Land Grabbing Case Mail )નથી કર્યો. જેથી ધર્મેન્દ્ર જાદવે ઇમેલ એડ્રેસના આધારે વડોદરા સાયબર ક્રાઇમ (Vadodara Cyber Crime Police )માં આ અંગે ફરિયાદ કરી હતી.
આખરે મિત્ર સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ પોલીસે આ અંગે તપાસ કરતા જણવા મળ્યું હતું કે ઇમેલ આઇડી સાથે જોડાયેલ મોબાઇલ નંબર ધર્મેન્દ્ર જાદવ (Betrayed by a friend in Vadodara ) ના મિત્ર રવિ મિશ્રાનો છે. રવિએ જ તેના મિત્ર ધર્મેન્દ્ર સામે ન્યૂઝીલેન્ડની કંપનીમાં ખોટો ઇમેલ (Land Grabbing Case Mail )કર્યો હતો અને તે અંગે માફી માંગતો ઇમેલ પણ કર્યો હતો. જેથી ધર્મેન્દ્ર જાદવે આ મામલે મિત્ર રવિ મિશ્રા સામે વિશ્વાસઘાત અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડ્યાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં (Vadodara Cyber Crime Police )નોંધાવી છે.
આ અંગે એસીપી શું કહે છે આ અંગે વડોદરા સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માંંકડિયા (Vadodara Cyber Crime Police )સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં ખોટો મેઇલ કરનાર અને મિત્રની (Betrayed by a friend in Vadodara ) સાથે જ વિશ્વાસ તોડનાર મિત્ર સામે તપાસ ચાલુ છે. તેણેે અન્ય કોઈ ઇમેલ આઇડીથી (Land Grabbing Case Mail )ઇમેલ કર્યો છે કે નહીં તે અંગેની પણ હાલમાં તપાસ ચાલુ છે. અન્ય વિગતો પણ હાલમાં તપાસવામાં આવી રહી છે ત્યારે તપાસ બાદ વિગતવાર માહિતી આપવામાં આવશે.