વડોદરા :બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં ઉમેદવારી માટે ફોર્મ ભરાય તે પહેલાં જ બીસીએના પ્રમુખ પ્રણવ અમીન અને રોયલ ગ્રુપના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે હાથ મિલાવતાં તમામ ચોકી ઉઠ્યા હતાં.આજે રિવાઇવલ અને રોયલ જૂથે સમાધાનની જાહેરાત કરતા સમીકરણ બદલાયું છે.
અમીન અને ગાયકવાડ પરિવાર એક જૂથ : 26 ફેબ્રુઆરીએ BCAની ચૂંટણી પહેલાં ગણતરીઓ ખોટી પડી રહી છે. ગઠબંધનને પગલે રીવાઈવલની જેમ રોયલમાં પણ ભાગલા પડ્યા છે. જેના વિશેની તમામ માહિતી આજ રોજ યોજાયેલ બીસીએ દ્વારા આપવામાં આવી હતી. બીસીએમાં દસ વર્ષ બાદ અમીન અને ગાયકવાડ પરિવાર એક જૂથ થયાં છે.
વિરોધીઓને ચોંકાવ્યા : બીસીએની છેલ્લી બે ચૂંટણીમાં એકબીજાના હરીફ એવા રીવાઇવલ અને રોયલ જૂથે 2023ની ચૂંટણીમાં સમાધાન કરી વિરોધીઓને ચોંકાવ્યા છે. અત્યાર સુધી એવી ધારણા હતી કે છેલ્લી બે ચૂંટણીની જેમ વર્તમાન ચૂંટણીમાં પણ રીવાઇવલ અને રોયલ જૂથ સામસામે આવશે. જો કે આજે રિવાઇવલ અને રોયલ જૂથે સમાધાનની જાહેરાત કરતા સમીકરણ બદલાયું છે.
આ પણ વાંચો બરોડા ક્રિકેટ એસોસિશનના મુખ્ય કોચ તરીકે ડેવ વોટમોરની વરણી
બીસીએની ચૂંટણીના કાવાદાવા : ક્રિકેટર્સના હિતમાં આ બંને જૂથે સમાધાન કર્યું છે બીસીએની ચૂંટણીમાં ઝંપલાવવા થનગનાટ કરી રહેલું પોલો ક્લબ જૂથ રીવાઇવલ અને રોયલ જૂથના સમાધાન બાદ શું સ્ટેન્ડ લેશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. તો બીજી તરફ પોલો કલબ જૂથ ચૂંટણી લડવા માટે સમરજિતસિંહથી નારાજ સંજય પટેલ સાથે હાથ મિલાવે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.
યુનાઇટેડ ફોર ક્રિકેટ : બીસીએના પ્રમુખ પ્રણવ અમીને હતું જણાવ્યું કે શ્રીમદ્ સમરજિતસિંહ અને અમે ભેગા થયા છીએ. 2019 માંના ફસ્ટ એજીએમમાંથી એમને કહેલું કે લેટસ ફોર યુનાઇટેડ ફોર ક્રિકેટ. આપડે ક્રિકેટમાં ફોકસ કરવું છે અને ક્રિકેટમાં પોઝીટીવીટી આવવી જોઈએ. આમાં જરાકે મજબૂરીનો સવાલ નથી. આ કોમન અમારો ઇંટ્રેસ્ટ છે. ફોર બરોડા ક્રિકેટ એટલે મજબૂરીનો કોઈ સવાલ નથી આવતો.
આ પણ વાંચો Baroda Cricket Association: પાટણમનો ક્રિશ સંપૂર્ણ રીતે સાંભળી શકતો નથી છતા બન્યો "લિટલ માસ્ટર"
બીસીએમાં ડેમોક્રેસી છે : તેમણે વધુમાં જણાવ્યું કે બીસીએ ડેમોક્રેસી છે. જેને ઇલેક્શન લડવું હોય એ લઢી શકે બધા ગ્રુપ લડૂ શકે. હમણાં તો હું જ રહીશ. પ્રેસિડન્ટમાં મારુ હજુ 3 વર્ષનો ટર્મ કરી શકું અને કમિટીમાં કોણ છે જેને કામ કરવું છે. સાથી અને કમિટી મેમ્બર. સમર્જિત અને મારા અંદર વેરી ગુડ અન્ડસ્ટેન્ડિગ છે. પહેલાથી જ છે. મેન ક્રિકેટ બેનિફિટ આ મેન છે. મેજરમાં લોન્ગટર્મ વિસન ક્રિકેટનું સારું હોવું જોઈએ. જુનિયર ક્રિકેટ ડેવલોપ કોચીસ સારા હોવા જોઈએ અને લોન્ગટર્મ આપડા બોય જે આઈપીએલમાં રમે કે રણજીમાં રમે એ ઇન્ટેન્સ છે. આપણું કોટુમ્બીનું સ્ટેડિયમ બધું સિવિલ વર્ક પતવા આવ્યું છે. એક મહિનામાં બધું સીવલી વર્ક પતી જશે સ્ટેડિયમ 3 મહિનામાં રેડી થઇ જશે.
સમરજિતસિંહની પ્રતિક્રિયા : મહારાજા સમરજિતસિંહ ગાયક્વાડે જણાવ્યું કે અમે બધાને કીધું છે કે આ એસોસિશનના હિતમાં અમે કરીયે છે અને બધાને આમંત્રણ આપ્યું છે. બધા આગળ આવો અને પાર્ટીસિપેટ કરો. આ એસોસિએશનના હિતમાં છે. મહિલા ક્રિકેટમાં ગયા 5 થી 6 વર્ષમાં જેટલું ઇમ્પોર્ટન્સ મળ્યું છે ત્યારથી વુમન ક્રિકેટ બીસીસીઆઈમાં જોડ્યું છે. આઈસીસીની અંદર આવી ગયું છે. વુમન ક્રિકેટની ગ્રોથ મેન્સ ક્રિકેટથી વધારે છે અને આગળ જતા વુમન ક્રિકેટને રાઈટ મળશે.