ETV Bharat / state

બનાસ ડેરી દ્વારા હવે તૈયાર થશે દરરોજની 2 લાખ લીટર અમુલ મસાલા છાસ - પાલનપુર

એશિયાની સહુથી મોટી બનાસ ડેરી પોતાની તમામ પ્રોડક્ટ અમુલ બ્રાન્ડના નામથી જ તૈયાર કરે છે. ત્યારે અમુલ મસ્તી મસાલા છાસ હવે બનાસ ડેરીમાં તૈયાર થઈ રહી છે. ડેરીએ સાડા દસ કરોડના ખર્ચે વિકસાવેલા આ પલાન્ટમાં દરરોજની બે લાખ લીટર મસાલા છાસનું ઉત્પાદન થઈ રહ્યું છે.આ છાસ 6 મહિના સુધી ફ્રીજ વગર પણ બગડે નહીં તે પ્રકારે તૈયાર કરવામાં આવી છે.

શંકરભાઇ ચૌધરી
શંકરભાઇ ચૌધરી
author img

By

Published : Mar 12, 2021, 4:01 PM IST

  • પશુપાલકો દરરોજનું 80 લાખ લીટર દૂધ ડેરીમાં ભરાવે છે.
  • હવે ડેરીએ અમુલ મસ્તી મસાલા છાસનું પ્રોડક્શન પણ શરૂ કર્યું
  • દરરોજની 2 લાખ લીટર મસાલા છાસ થાય છે તૈયાર

બનાસકાંઠા: એશિયાની સહુથી મોટી બનાસ ડેરી પોતાની તમામ પ્રોડક્ટ અમુલ બ્રાન્ડના નામથી જ તૈયાર કરે છે. ત્યારે અમુલ મસ્તી મસાલા છાસ હવે બનાસ ડેરીમાં તૈયાર થઈ રહી છે. ડેરીએ સાડા દસ કરોડના ખર્ચે વિકસાવેલા આ પલાન્ટમાં દરરોજની 2 લાખ લીટર મસાલા છાસનું ઉત્પાદન થઈ રહ્યું છે.આ છાસ 6 મહિના સુધી વગર ફ્રીજે પણ બગડે નહીં તે પ્રકારે તૈયાર કરવામાં આવે છે.

બનાસ ડેરીમાં દરરોજની 80 લાખ લીટર દૂધની આવક

બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો છે, પરંતુ પાણીના તળ ઊંડા ગયા હોવાથી અહીં માત્ર ખેતી પર જીવન નિભાવવું મુશ્કેલ છે. ત્યારે રણમાં મીઠી વીરડી સમાન બનાસ ડેરીએ પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન આપતા આજે ડેરીમાં દરરોજની 80 લાખ લીટર દૂધની આવક થાય છે. આ દૂધ થકી ડેરી દૂધની અવનવી પ્રોડક્ટ તૈયાર કરે છે. જેમાં ડેરીએ હવે સાડા 10 કરોડના ખર્ચે તૈયાર થયેલા મસાલા છાસના પલાન્ટ થકી દરરોજની 2 લાખ લીટર અમુલ મસ્ત મસાલા છાસનું ઉત્પાદન થઈ રહ્યું છે.

બનાસ ડેરી દ્વારા હવે તૈયાર થશે દરરોજની 2 લાખ લીટર અમુલ મસાલા છાસ

આ પણ વાંચો : બનાસ ડેરીની ચૂંટણીને કારણે શરૂ થયેલા રાજકીય વિવાદોમાં ફતેપુરા દૂધ ઉત્પાદક મંડળી ફસાઈ

દરરોજની 2 લાખ લીટર છાસ તૈયાર થાય છે

આ મશીન ફુલ્લી ઓટોમેટેડ હોવાથી છાસ પેકીંગ સાથે બહાર આવે છે. ડેરી દ્વારા જિલ્લાની પ્રજાને ઉત્તમ ગુણવત્તાની છાસ મળી રહે તે માટે અમુલ મસ્તી છાસનું ઉત્પાદન શરૂ કરાયું છે. ડેરીના પલાન્ટ મેનેજર હિતેશભાઈએ જણાવ્યું હતું કે, આ પ્લાન્ટ દ્વારા કોઈપણ પ્રકારના વ્યક્તિના ઉપયોગ વિના દરરોજની 2 લાખ લીટર છાસ તૈયાર થાય છે. આ ઉપરાંત બનાસ ડેરીના એમ.ડી.સંગ્રામભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુણવત્તાયુક્ત છાસ હવે બનાસ ડેરીના પ્લાન્ટમાં જ તૈયાર કરવામાં આવે છે.

ફ્રીજ વગર પણ આ છાસ 6 મહિના સુધી ઉપયોગ કરી શકાશે

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, 6 મહિના સુધી ફ્રિજ વિના પણ બગડે નહીં તેવી 200 mlના પેકેજીંગમાં તૈયાર થયેલી આ છાસ સામાન્ય તાપમાને 6 મહિના સુધી બગડશે નહીં. UHT પદ્ધતિથી તૈયાર થતી આ છાસ આરોગ્યપ્રદ અને ટેસ્ટી હોવાથી કોકાકોલા અને પેપ્સી જેવા પીણાંઓના માર્કેટને ટક્કર આપશે તેમજ આ છાસના વેચાણમાંથી જે નફો થશે તેને પશુપાલકોમાં વહેંચવામાં આવશે.

આ પણ વાંચો : બનાસ ડેરીની ચૂંટણીમાં નવો વળાંક : વાઈસ ચેરમેન માવજી દેસાઈએ પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું

બનાસ ડેરી થકી પશુપાલકો બન્યાં સમૃદ્ધ

બનાસ ડેરીના લીધે વિધવા મહિલાઓ પણ પશુપાલનનો વ્યવસાય કરીને આજે લાખોની આવક પ્રાપ્ત કરી રહી છે. જિલ્લામાં અનેક બહેનો ડેરીમાં દૂધ જમા કરાવી વર્ષે લાખો રૂપિયાનો નફો કમાઈ રહી છે. ડેરીમાં દરરોજનું સરેરાશ 80 લાખ લીટર દૂધ જમા થાય છે. જેના માટે ડેરી પશુપાલકોને દરરોજનું સરેરાશ 25 કરોડની દૂધની આવક ચૂકવે છે.

બનાસકાંઠા જિલ્લામાં એકમાત્ર ડેરી ઉદ્યોગ થકી લોકોને મળે છે રોજગાર

બનાસકાંઠા જિલ્લામાં બેરોજગારી એક મોટી સમસ્યા છે. વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ મોટો જિલ્લો હોવાથી અહીં યુવાનોને રોજગારી આપવા માટે બનાસ ડેરી સિવાય કોઈ જ મોટા ધંધા રોજગાર નથી. એકમાત્ર બનાસ ડેરી જ ઉદ્યોગની ગરજ સારે છે. જેમાં 5 હજાર લોકોને નાની-મોટી રોજગારી મળી રહી છે. જેથી બનાસ ડેરી જિલ્લાવાસીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.