વડોદરા ગુજરાત વિધાનસભાના દંડક અને વડોદરાથી રાવપુરા બેઠકના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ (Balakrishna Shukla MLA from Ravpura seat) દ્વારા આજે વડોદરા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં તેમણે તેમના મતવિસ્તારમાં આવતી હેરીટેજ બિલ્ડીંગને વિકાસવવા તથા તેની દિવ્યતામાં ઘટાડો કરતા પદ્માવતી શોપિંગ સેન્ટર દુર કરવા સહિતના સુચનો (Balakrishna Shukla letter Municipal Commissioner ) આપ્યા છે. સમગ્ર પત્રમાં હેરીટેજ બિલ્ડીંગને વિકસાવવા( proposal to develop heritage buildings in Surat) માટે તુરંત જ એક મિટીંગ કરવામાં આવે આ વાત પર પણ ભાર મુકવામાં આવ્યો છે.
વર્ષોથી ઓળખાતું વડોદરા શહેર એ ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર (Vadodara is the cultural capital of Gujarat) તરીકે વર્ષોથી ઓળખાતું આવી રહ્યું છે. જ્યાં કલા-સાહિત્ય અને શિક્ષણનું જનત થઈ રહ્યું છે. આપણે સૌ ભાગ્યશાળી છે કે, સાંસ્કૃતિક વારસામાં અનેક સ્થાપત્યો આજે વડોદરા શહેરમાં છે. જે શહેરમાં ભવ્ય ભૂતકાળના સાક્ષી છે. વડોદરાવાસીઓ માટે ગૌરવની વાત છે. આ સાંસ્કૃતિક વારસા સમી ઐતિહાસિક ઈમારતો જે આપણને વારસમાં મળી છે. તે વારસાને જીવંત રાખવો એ આપણી નૈતિક ફરજ છે.
આ પણ વાંચો વડોદરા સુમનદીપ વિદ્યાપીઠ રેગિંગ મામલામાં એન્ટી રેગિંગ કમિટી સમક્ષ ફરિયાદ
દબાણનું ગ્રહણ ઐતિહાસિક સ્થાપત્યો(develop heritage building Vadodara) પૈકીની એક અને શહેરમાં મધ્યમાં આવેલી ન્યાયમંદિર ઈમારત કે જે હાલમાં જ સરકાર દ્વારા વડોદરા મહાનગરપાલિકાને (Vadodara Municipality) હસ્તાંરિત કરવામાં આવી છે. આ ન્યાયમંદિર ઈમારતની(Nyayamandir Building Vadodara) ભવ્યતા આગવી છે. અને આ ઈમારતની સાથે સાથે સુરસાગર તળાવ આવેલું છે. જેની મધ્યમાં શિવજીની સ્વર્ણ જડિત ઉભી પ્રતિમા આવેલી છે. તેની સાથે મ્યૂઝિક કોલેજ પણ આવેલી છે. વર્તમાન સમયમાં નિહાળીએ તો આ વિસ્તારની ગીચતા, ટ્રાફિકનું ભારણ તથા લારીઓના કારણે આ હેરીટેજ બિલ્ડીંગની (Heritage Building Vadodara) દિવ્યતા અને ભવ્યતા ઓછી થઈ રહી છે.
આ પણ વાંચો વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાલવાટિકા શરૂ કરાશે
સેન્ટર હટાવાશે આ સમગ્ર વિષયને ધ્યાનમાં લઈને આ વિસ્તારને વિકસાવવામાં(Balakrishna Shukla letter Municipal Commissioner ) આવે તો શહેરની એક આગવી ઓળખ ઉભી થશે. પરંતુ તેના માટે ન્યાયમંદિરની સામે પદમાવતી શોપીંગ સેન્ટર આવેલું છે. જે વર્ષો જૂનું હોવાના કારણે મેન્ટેનન્સ પણ વધુ માંગે છે. અને ટ્રાફિકને પણ ઘણનું અડચણરૂપ થાય છે. ત્યારે આ પદમાવતી શોપીંગ સેન્ટરને દૂર કરવું અને આ શોપીંગ સેન્ટરના જે દુકાનદારો છે. તેઓને ધંધા રોજગારના નિતિ નિયમ અનુસાર વૈક્લ્પિક જગ્યયા આપવાનું આયોજન કરવું જોઈએ. જો આયોજન પ્રમાણે કામ થશે તો આ આખી જગ્યા શહેરમાં જ નહિ પરંતુ દેશમાં આગવી જગ્યા તરીકે વિકસસે અને વિશ્વ ફલક ઉપર શહેરનું નામ આગળ વધશે.