વડોદરા: શહેરના નવલખી મેદાનમાં આયોજીત દિવ્ય દરબારમાં જતી વખતે બાગેશ્વર ધામના પંડિત ધિરેન્દ્ર શાસ્ત્રીએ રિસોર્ટ પરથી નીકળતા રસ્તામાં કાફલો રોકીને રેકડી ઉપર સંસ્કારી નગરીની આગવી ઓળખ ખાણીપીણીમાં પાણી પૂરીનો આણંદ માણ્યો હતો. બાગેશ્વર બાબાએ પાણી પૂરીની રેકડી ઉપર ચટાકેદાર પાણી પૂરી ખાધી હતી. તેના વળતર રૂપે રૂપિયા 100 આપ્યા હતા અને ત્યારબાદ કાફલો દિવ્યા દરબાર તરફ જવા માટે રવાના થયો હતો. આ સમગ્ર કાર્યક્રમને લઈ ભક્તોની ભારે ભીડ નવલખી મેદન ખાતે બપોરથી જ એકથી થવા લાગી હતી.
રાજકોટ પાન બાદ પાણીપુરીનો સ્વાદ માણ્યો: કહેવાય છે કે સંસ્કારી નગરીના લોકો ખાણીપીણી માટે શોખીન છે. રાજકોટમાં પાનનો સ્વાદ માણ્યો હતો અને ત્યારબાદ વડોદરામાં પણ પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો. બાબા આધ્યાત્મિક જીવન સાથે લોકોની જીવનશૈલી આધીન રોજીંદા જીવનમાં આરોગતા પાણીપુરીનો સ્વાદ ખૂબ આનંદથી માણ્યો હતો. ત્યારબાદ તેઓ દિવ્યા દરબારના કાર્યક્રમાં રવાના થયા હતા.
પાણીપુરી વિક્રેતા રાજીના રેડ: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ રામદેવ ભેલ પકોડી સેન્ટર પર પાણી પૂરી ખાધી હતી. તેમણે પોતાનો કાર થોભાવી ને કાર માં બેઠા બેઠા જ પાણી પૂરીનો સ્વાદ માણ્યો હતો અને પાણીપુરી વિક્રેતા ખુશ ખુશ થઈ ગયો હતો તેમણે બાબા માટે પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો હતો. પાણી પુરીના સંચાલકે પોતાનું ભાગ્ય કહ્યું હતુ.
દિવસભર વીઆઇપી મુવમેન્ટ: છેલ્લા કેટલાય દિવસોથી બાબા બાગેશ્વર ધામ પંડિત ધીરેન્દ્ર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્યા દરબારના કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. વહેલી સવારે બાબના આગમન બાદતેઓ સન ફાર્મા રોડ ઉપર આવેલ વિશ્રામ સ્થળે આવી પહોંચ્યા હતા. તેઓના વિશ્રામ બાદ તેઓ પૂજાવિધિ સંપન્ન કરી હતી અને ત્યારબાદ બપોરથી તેઓને વીઆઇપી અને વીવીઆઇપીઓને મળવાનું શરૂ કર્યું હતું. સાંજે રિસોર્ટમાંથી દિવ્ય દરબાર સ્થળ નવલખી મેદાન ખાતે આવવા નીકળ્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રિસોર્ટ ખાતે બાબાનો કાફલો નીકળ્યો હતો.