ETV Bharat / state

Dhirendra Shastri in Vadodara: ખાનગી કાર્યક્રમમાં ભાગ લેવા ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરા આવ્યા - Dhirendra Shastri

વડોદરામાં ખાનગી કાર્યક્રમ ઉધોગપતિના ઘરે ધીરેન્દ્ર શાસ્ત્રી આમંત્રણ મળ્યું છે. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે તેઓ એકાએક વડોદરા હરણી ખાતે આવેલ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ શહેરના ભાઈલી વિસ્તારમાં આવેલ દર્શનમ સ્પેન્ડરામાં રહેતા એક ઉદ્યોગપતિ ના ઘરે નવચંડી યજ્ઞનું આયોજન કર્યું હતું.

બાગેશ્વરધામ પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરામાં: ખાનગી કાર્યાકમાં ઉધોગપતિના ઘરે આમંત્રણ: દિવ્ય દરબારના પૂર્વ આયોજકો અંધારામાં

author img

By

Published : Jun 21, 2023, 9:10 AM IST

વડોદરા: સનાતન ધર્મ હિન્દૂ રાષ્ટ્રની વાત કરનાર અને બાગેશ્વરધામ પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સમી સાંજે એકાએક વડોદરા આવી પોહચ્યા હતા. આ અંગે મીડિયા કે અન્ય કોઈ વ્યક્તિને ખબર ન પડે તે રીતે તેઓ એરપોર્ટથી ખાનગી કાર્યક્રમમાં પોહચ્યા હતા. આ માહિતી ત્યાં સુધી ગુપ્ત રખાઈ હતી.

નવચંડી યગ્નનું આયોજન: જેમાં ગત 3 જૂનના રોજ યોજાયેલ દિવ્ય દરબાર કાર્યક્રમના આયોજકોને પણ અંધારામાં રાખવામાં આવ્યા છે. તેઓ આવતી કાલે વાઘોડિયા રોડ ખાતે નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ ઉપસ્થિત રહેનાર છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે તેઓ વડોદરા હરણી ખાતે આવેલ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ શહેરના ભાઈલી વિસ્તારમાં આવેલ દર્શનમ સ્પેન્ડરામાં રહેતા એક ઉદ્યોગપતિના ઘરે નવચંડી યગ્નનું આયોજન કર્યું હતું.

ભવ્ય આયોજન કરનાર: આ કાર્યક્રમમાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ હાજરી આપી હતી. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું વડોદરામાં એકાએક આગમન થતાં શ્રદ્ધાળુઓ ચોકી ઉઠ્યા હતા. તેમના દર્શનનો લાવો લેવા માટે પહોંચી ગયા હતા. બાબના ટૂંકા ગાળામાં ફરી વડોદરા આવવું અને બધાને અજાણ રાખતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. દિવ્ય દરબારના મુખ્ય આયોજક અંધારામાં ગત 3 જૂનના રોજ શહેરના નવલખી ખાતે કરવામાં આવેલ. દિવ્યા દરબારના મુખ્ય આયોજક કમલેશ પરમારને પણ આ અંગે કોઈ માહિતી ના હતી.

અંધારામાં રાખવામાં આવ્યા: આ ખાનગી કાર્યકામમાં હાજરી આપવાના હોવાની માહિતી માત્ર ભાજપ શહેર અધ્યક્ષ ડો.વિજય શાહને હતી. જેથી તેઓ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગત માટે હરણી એરપોર્ટ પોહચ્યા હતા. બાબના આગમનને લઈ કોઈ જાણીતા ચહેરા એરપોર્ટ પર હાજર ન હતા પરંતુ દિવ્ય દરબરનું ભવ્ય આયોજન કરનાર અયોજકને જ અંધારામાં રાખવામાં આવ્યા હતા.

  1. Dhirendra Shastri: ધીરેન્દ્ર શાસ્ત્રી ત્રણ પ્રશ્નોના જવાબ આપશે તો તેમને 10 લાખ રૂપિયાનું ઈનામ આપીશ : નરેન્દ્ર નાયક પડકાર
  2. Bageshwar Dham in Vadodara: કાફલો ઊભો રખાવીને ધીરેન્દ્ર શાસ્ત્રીએ રસ્તા વચ્ચે માણ્યો પાણીપુરીનો સ્વાદ, પાણીપુરી વિક્રેતા રાજીના રેડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.