વડોદરામાં યોજાયેલા આત્મીય યુવા મહોત્સવમાં સંતો અને રાજકીય આગેવાનો વચ્ચે મોટી સંખ્યામાં યુવાનો આ મહોત્સવમાં હાજર રહ્યા હતાં, ત્યારે શનિવારના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખાસ હાજરી આપી યુવાનોને સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે, ગાંધીજી અને સરદાર સાહેબની જોડીએ દેશને સ્વતંત્રતા અપાવી. હવે મોદી અને અમિત શાહની જોડી દેશને સ્વરાજ્યથી સુરાજ્ય તરફ લઈ જઈ રહ્યા છે, ત્યારે યુવાનો તેમની તાકાત બને, આ મહોત્સવો એ શિસ્ત બદ્ધ, સમાજને ઉપયોગી, સક્ષમ અને સન્માનને પાત્ર યુવા સમુદાયનું ઘડતર કર્યું છે.
આવી શિક્ષિત, દીક્ષિત અને લાયક યુવા શક્તિ જ દેશની તાકાત બની રહી છે. યુવાનો દિશા ચૂક્યા છે, ભ્રમિત છે એવી વાતો ખોટી છે. વિરાટ આત્મીય યુવા મહોત્સવમાં ઉપસ્થિત યુવા શક્તિ યુવાનો સાચી દિશામાં હોવાની અનુભૂતિ અને પ્રતીતિ કરાવે છે. ભારતની ઉજ્જવળ ગુરુ પરંપરાનો દાખલો ટાંકી તેમણે જણાવ્યું કે, હરિપ્રસાદ સ્વામીજી જેવા સમર્થ ગુરુ અને સંત સમુદાયનું માર્ગદર્શન મેળવનારા યુવાનો ખરેખર ભાગ્યશાળી છે.