ETV Bharat / state

બિચ્છુ ગેંગના મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયાની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ - ગુજસીટોક કાયદો

રાજ્યભરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારો પર દબાણ લાવવા માટે GUJCTOC (Gujarat Control of Organised Crime Act)નો કાયદો અમલ કરવામાં આવ્યો છે. વડોદરામાં માથેભારે ગુનેગાર અસલમ બોડિયા અને તેના સાથીદારો વિરુદ્ધ ઘણા ગુનાઓ નોંધાયેલા છે. જેમાં મુખ્ય સુત્રધાર અસલમ બોડિયાની ધરપકડ કરવામાં આવી છે.

Bichchhu gang
Bichchhu gang
author img

By

Published : Feb 2, 2021, 10:08 AM IST

  • બિચ્છુ ગેંગના 26 સાગરીતો વિરુદ્ધ GUJCTCO એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ
  • ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાતા અસલમ બોડિયા ફરાર થઈ ગયો હતો
  • Human સર્વેલન્સની માધ્યમથી અસલમ બોડિયાની બાતમી મળી
  • મુખ્ય સુત્રધાર અસલમની દરગાહમાંથી ધરપકડ કરાઇ

વડોદરાઃ રાજ્યભરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારો પર દબાણ લાવવા માટે GUJCTOC (Gujarat Control of Organised Crime Act)નો કાયદો અમલ કરવામાં આવ્યો છે. વડોદરામાં માથેભારે ગુનેગાર અસલમ બોડિયા અને તેના સાથીદારો વિરુદ્ધ ઘણા ગુનાઓ નોંધાયેલા છે. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી વસૂલાત, અપરણ, ધાક-ધમકી જેવા ગુનાહિત ઇતિહાસ ધરાવતો બિચ્છુગેંગ મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયા પોલીસના હાેથે ઝડપાયો છે.

અસલમ બોડિયાની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
અસલમ બોડિયાની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

બિચ્છુ ગેંગના 26 જેટલા સાગરીતો પર GUJCTOC અંતર્ગત ફરિયાદ

19 જાન્યુઆરીના રોજ 26 જેટલા બિચ્છુ ગેંગના સાગરીતો પર GUJCTOC અંતર્ગત ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી. તેમાંથી ત્રણ જેટલા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જોકે કેટલાક આરોપીઓ જેલમાં હોવાથી ટ્રાન્સફર વોરંટ થકી તેમની ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયા પોલીસની રડારથી દૂર હતો. જેથી વડોદરા પોલીસે જુદી-જુદી ટીમો બનાવી મહારાષ્ટ્ર ,મધ્ય પ્રદેશ અન્ય રાજ્યો પર તેના નજર રાખી તેને ઝડપી પાડવામાં અસફળ રહી હતી. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા Human intelligenceના માધ્યમથી અસલમ બોડિયા બોડેલીના છુછાપુરા ગામાના દરગાહમાં છુપાયેલો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. જેના આધારે ક્રાઇમબ્રાન્ચની ટીમે રવિવારના મોડી રાતે તેને દબોચી પાડવામાં સફળ રહી હતી. બીજી તરફ યાકુતપુરામાં અસ્લમના સાગરીત શોહેબઆલી ઉર્ફ બાપુ સૈયદને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી અસલમ બોડિયો ફરાર રહ્યો હતો. પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી નથી અને ખૂબ જ સામાન્ય રીતે એક સાઇકલ ચોરને પકડવામાં આવ્યો હોય તેવી રીતે પોલીસેના ચોપડે રજૂ કરવામાં આવ્યું છે.

મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયા ફરાર હતો

વડોદરાનો રીઢો ગુનેગાર અસલમ બોડિયા અને તેના સાગરીતો સાથે શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી અનેક ગુનામાં સંડોવાયેલો હતો. તેવા સમયે GUJCTOC અંતર્ગત મીઠું સામે પ્રથમ કેસ નોંધાયો હતો. જેથી તેની સાથે સગીરાતો વિરુદ્ધ કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયા છેલ્લા 11 દિવસથી પોલીસના કબજાથી દૂર હતો. શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી અસલમ બોડિયાને પકડવા માટે સર્ચ ઓપરેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

10 કરોડથી વધુની મિલકતો હોવાનું સામે આવ્યું

અસલમ બોડિયા અને મુન્ના તરબૂચ પાસે 10 કરોડથી વધુની મિલકતો હોવાનું ખુલ્યું હતું. આ પહેલા GUJCTOC કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચના DCP જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન મુજબ ACP ડી.એસ.ચૌહાણ અને તેમની ટીમે બિચ્છુ ગેંગના સાગરીતોની મિલકતોની તપાસ શરૂ કરી હતી. જેમાં ગેંગના મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયાની મિલકતોની તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચે તેના મહેબુબપુરા, વાડી અને તાંદલજાનાં મકાનોમાં છાપા મારી મહત્ત્વના દસ્તાવેજો કબજે કર્યા હતા. આ ઉપરાંત બોડિયાની દુકાનો, મકાનો, વાહનો અને બેંક ખાતાની માહિતી પણ મેળવાઇ હતી. જેના આધારે તેની પાસે કેટલી મિલકતો છે તથા કોના નામે મિલકતો છે તેની તપાસ કરાઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.