વડોદરા પાદરા તાલુકાનાં વડુ ગામે 112 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા.છેલ્લા એક વર્ષ ઉપરાંથી વડુ ગામનાં પ્રવેશ દ્વાર પાસે 112 જેટલા પાકા દબાણોને દૂર કરવા માટેની વાતાઘાટો ચાલતી હતી. અને પાદરા તાલુકાના વડુ ગામના પ્રવેશ દ્વાર પાસે આવેલ આ 112 જેટલા પાકા દબાણો જે અવરજવર માટે નડતરરૂપ હતા. જેથી વડુ ગ્રામ પંચાયતે આજરોજ આ પ્રવેશ દ્વાર ઉપરના 112 જેટલા મકાનોને દૂર કરવાનો સફાયો બોલાવ્યો હતો.
કોર્ટમાં પીટીશન છેલ્લા એક વર્ષ ઉપરાંતથી આ મેટર કોર્ટમાં ચાલતી હતી અને આ 112 જેટલા દબાણ કરતાં દુકાનદારોએ કોર્ટમાં પિટિશન પણ દાખલ કરી આ દબાણો ન તોડવા માટે રજૂઆત કરી હતી. પરંતુ કોર્ટે આ બાબતે સ્થાનિક મામલતદારને નિર્ણય લેવા માટે જણાવ્યું હતું. જેથી સ્થાનિક મામલતદારે વિકાસના કામમાં અડચણરૂપ ન થાય તે માટે આ ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે પંચાયતની તરફેણનો નિર્ણય લઈ આ તમામ 112 જેટલા દુકાનદારોને બે દિવસનું અલ્ટીમેસન આપી પોતાનો માલ સામાન હટાવી સ્વયંભૂ આ દબાણોને દૂર થાય તે માટે દબાણ કરનારાઓને જણાવ્યું હતું.
કોમર્શિયલ દબાણો દૂર કર્યા જેથી આજરોજ સ્થાનિક મામલતદાર દ્વારા વડુ પોલીસ તંત્રનો (Vadu Police)સહારો લઇ વડુ પોલીસના કાફલા સાથે અને સ્થાનિક અધિકારીઓ અને તલાટીઓ સહિત આ 112જેટલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેટલાક દુકાનદારો તો પોતાનો સામાન સ્વયંભૂ હટાવી લઈ પોતાની જાતે દૂર કરી દીધા હતા. પરંતુ કેટલાક કિસ્સામાં આ દબાણોને દૂર કર્યા ન હતા. જેથી સ્થાનિક મામલતદાર દ્વારા આ દબાણોને તાત્કાલિક ધોરણે દૂર કરવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી હતી.
પોલીસનો કાફલો ખડેપગે હાજર આજરોજ પંચાયત અને સ્થાનિક મામલતદાર દ્વારા 112 જેટલા ગેરકાયદેસર દવાનોને દૂર કરવાની કામગીરી આરંભી દેવામાં આવી હતી ત્યારે વડુ પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની સંપૂર્ણ તકેદારી સાથે સમગ્ર પોલીસ સ્ટાફ ખડે પગે તૈનાત કરી દેવામાં આવ્યો હતો. સંપૂર્ણપણે આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બંદોબસ્ત જાળવી રાખવાની સૂચનાઓ આપી દેવામાં આવી હતી. પરંતુ શાંતિપૂર્ણ માહોલમાં 112 જેટલા દબાણોને દૂર કરાયા હતા ત્યારે તંત્ર એ હાશકારો લીધો હતો.