વડોદરાઃ ગત વર્ષે ચોમાસુ સારું રહ્યું હતું. વધુ વરસાદ થવાથી ગુજરાતના તમામ ડેમ, તળાવો ભરાઈ ગયા હતા. જેને લઇ ખેડૂતો પક્ષીઓ તેમજ પશુપાલકો ખુશખુશાલ જોવા મળતા હતા. પરંતુ આ ઉનાળાના મધ્યાહનમાં જ ગુજરાતના મોટાભાગના તળાવો સુકાભઠ્ઠ બની ગયા છે. ત્યારે વડોદરાના ડભોઇનું ગાયકવાડી સરકારની દેન ગણાતા એવા વઢવાના સિંચાઈ તળાવનો પણ સમાવેશ થતા ડભોઇ તાલુકાના ખેડૂતો ચિંતાતુર બન્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી ખેતી માટે વઢવાણાની આજુબાજુના 27 ગામના ખેડૂતો આ તળાવનું પાણીનો ઉપયોગ કરી પોતાના પાકનું વાવેતર કરે છે.
આ ગાયકવાડી શાસનના તળાવની જો વાત કરવામાં આવે તો, વીસ કિલોમીટરથી પણ વધારે આ તળાવનો વિસ્તાર છે. અને વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જીલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન આ તળાવને ગણવામાં આવે છે. જેને લઇ રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે રાજકોટમાં જે પ્રકારની સૌની યોજના હેઠળ જળાશયો અને ચેકડેમો જે ભરવામાં આવ્યા છે. તે જ રીતે વઢવાણા સિંચાઈ તળાવને ફરી પાછું જીવિત કરવા માટે સરકાર સમયે આજીજી કરી રહ્યા છે. એટલું જ નહીં આ વઢવાણા સિંચાઈ તળાવ ખેડૂતો સાથે સાથે પક્ષીઓ અને પશુપાલનની પણ આજીવિકા છે. કારણકે શિયાળાની શરૂઆતમાં જ દેશ-વિદેશથી પક્ષીઓ આ તળાવમાં વિહરતા જોવા મળે છે. જેથી પક્ષી પ્રેમીઓની પણ ડભોઈ તાલુકામાં માગ ઉઠવી છે. કે આ વડવાના સિંચાઈ તળાવને વહેલી તકે સરકાર નર્મદા ડેમનું પાણી આ તળાવમાં ભરવામાં આવે જેથી ખેડૂતો સહિત પક્ષીઓ અને પશુપાલનના વ્યવસાય ધરાવતા લોકોને તેનો સીધો લાભ મળી શકે.
ગત ચોમાસામાં આ વઢવાણા સિંચાઈ તળાવમાં પાણીની આવક વધારે હોવાથી ડભોઇ તાલુકાના 27 ગામના ખેડૂતોને વિશ્વાસ હતો કે, આખું વર્ષ પાક માટે જેટલું પાણી જોઈતું હશે. તેટલું પાણી આ તળાવમાંથી લઈ શકાશે પરંતુ હજી પણ ચોમાસાની ઋતુને એક મહિના જેટલી વાર છે. ત્યારે ખેડૂતો કયો પાક લેવો તે માટે મૂંઝવણમાં મુકાયા છે. એટલું જ નહીં વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકો એક એવો તાલુકો છે, કે ડાંગરનું વાવેતર સૌથી વધારે કરે છે. ત્યારે સરકાર દ્વારા વહેલી તકે આ તળાવને ભરવામાં આવે તો ડાંગરના દરૂ નાખવાનો સમય હાલ ચાલી રહ્યો હોવાથી તે પાણી ખેતીમાં કામ લાગી શકે એટલું જ નહીં આજુબાજુ ગામના પશુપાલકો પોતાના પશુઓને નાવા ધોવા અને પાણી પીવા માટે વડવાળા સિંચાઈ તળાવમાં લાવે છે. ત્યારે પશુઓને હવે પાણી ક્યાં પીવડાવું તેવા સવાલો પણ તેઓના મનમાં ઉદભવ્યા છે. કારણકે જે તળાવમાં વર્ષો સુધી પાણી સુકાતું નથી એ તળાવ આજે સૂકુ ભટ્ટ બન્યું છે. જેથી સત્વરે સરકાર આ ત્રણેય વર્ગો બાજુ જુએ તેવી લોકમાગ ઉઠી છે.