ETV Bharat / state

સંસ્કારી નગરીમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો, ગરબા રમ્યા બાદ પ્રેમજાળ રચી - case of love jihad

ગુજરાતમાં લવ જેહાદના (Love Jihad in Gujarat) કિસ્સાઓ વધ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ફરી એક કિસ્સો વડોદરામાં (Love Jihad in Vadodara) સામે આવ્યો છે. નવરાત્રિ દરમિયાન વિધર્મી સગીરે ગરબા રમ્યા બાદ સગીરાની છેડતી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.

સંસ્કારી નગરીમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો, લવ જેહાદના કિસ્સાઓનો વિરામ ક્યારે?

author img

By

Published : Oct 15, 2022, 6:44 PM IST

વડોદરા સંસ્કારી નગરીને લાજવતો લવ જેહાદનો કિસ્સો (Love Jihad in Vadodara) સામે આવ્યો છે. વડોદરા શહેરના છાણી વિસ્તારમાં લવ જેહાદનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઇ છે. નવરાત્રિ દરમિયાન વિધર્મી સગીરે ગરબા રમ્યા બાદ સગીરાની છેડતી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. બંને એકજ સ્કૂલમાં ભણતા હોવાથી મિત્રતા બંધાઈ હોવાનું પોલીસ તપાસમાં જાણકારી મળી હતી.

બદનામીનો ડર વડોદરાના શહેરના છાણી પોલીસ સ્ટેશન (Chhani Police Station)હદ વિસ્તારમાં રહેતી અને એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી સગીરા અભ્યાસ કરે છે અને તેની સાથે વિધર્મી સગીર પણ એ જ શાળામાં અભ્યાસ કરે છે. આ બંને સાથે અભ્યાસ કરતા હોવાથી બંને એકબીજા સાથે મિત્રતા બંધાઈ હતી. નવરાત્રિ દરમિયાન સગીરા ગરબા રમવા માટે જતી હતી. ત્યારે તેની સાથે વિધર્મી સગીર પણ જતો હતો અને નવરાત્રિના ચોથા નોરતાની રાત્રે વિધર્મીએ ગરબા રમ્યા બાદ સગીરા સાથે છેડતી કરી હતી. યુવતી સગીર હોવાથી માતા પિતાને જાણ થશે તો બદનામી થશે અને ગરબા પણ રમવા માટે મોકલશે નહીં. તેવા ડરથી તેને પરિવારને જાણ કરી ન હતી. દરમિયાન સમગ્ર મામલે સગીરાએ છાણી પોલીસ મથકમાં વિધર્મી સગીર યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.

વારંવાર શહેરમાં લવ જેહાદના કિસ્સા વડોદરા શહેરમાં વારંવાર લવ જેહાદના કિસ્સા સામે આવી રહ્યા છે. ઘણા કિસ્સામાં વિધર્મી યુવકો દ્વારા યુવતીઓને પ્રેમ-જાળમાં ફસાવી પટાવી ફોસલાવીને અપહરણ કરી ભગાડી જાય છે. ત્યાર બાદ તેનું શારીરિક શોષણ કરવામાં આવતું હોવાના ચોંકાવનારા બનાવ બની ચૂક્યા છે. તો કેટલીક એવી ઘટના પણ સામે આવી છે. જેમાં વિધર્મી યુવકો હિન્દુ યુવતી સાથે મિત્રતા કર્યા બાદ તેની પ્રેમજાળમાં ફસાવી દેતા હોય છે. ત્યારબાદ વિધર્મી યુવકો યુવતીને તેમના રીતી રિવાજ મુજબ રહેવા માટે તથા તેમના ધર્મને સ્વીકારવા દબાણ પણ કરતા હોય છે.

લવ જેહાદના કિસ્સાઓનો વિરામ ક્યારે? ધણી વખત એવા કિસ્સાઓ બનતા હોય છે જેમાં યુવતીને જે તે યુવક પોતાનું નામ અને નાત છુપાવતો હોય છે અને તેને ફસાવીને તેની સાથે લગ્ન કરી લેતો હોય છે અને જે પછી યુવતીને માહિતી લગ્ન પછી મળે છે. પરંતુ તે સમયે તે યુવતી કઇ કરી શકે તેવી હાલતમાં હોતી નથી. જેના કારણે આજના સમયમાં દરેક સમાજના આગેવાનો આગળ આવ્યા છે અને દિકરીઓને સમજાવી રહ્યા છે. તેના માટે કાયદાઓ પણ લાવી રહ્યા છે. ત્યારે વડોદરામાં ફરી વધુ એક લવ જેહાદનો કિસ્સો છાણી પોલીસ સ્ટેશનમાં આવતા ચકચાર મચી ગયો છે.આ અંગે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અને શહેરમાં આ પ્રકારે થઇ રહેલા લવ જેહાદના કિસ્સા પર પૂર્ણ વિરામ ક્યારે લાગશે તે સૌથી મોટો સવાલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.