વડોદરાઃ શહેરમાં દવાના બિલોની આડમાં વડોદરામાં દારૂનો (Alcohol seized in Vadodara)જથ્થો લઇ આવેલા ટેન્કરને હરણી પોલીસે (Vadodara Police )ઝડપી પાડી 7. 58 લાખની કિંમતના વિદેશી દારૂ અને ટેન્કર મળી 17.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
કેન્ટેનરમાં દારૂની હેરા ફેરી - વડોદરા હરણી મેઇનરોડ પર પાસે શંકર ઢાબા પાછળની ખુલ્લી જમીનમાં દારૂનો મોટો જથ્થો લવાયો હોવાની વિગતોને પગલે હરણીના પીઆઇ વી બી આલ અને સ્ટાફે દરોડો પાડયો હતો. પોલીસે વાહનોનું ચેકિંગ કરી એક કેન્ટેનરના(Alcohol smuggling from Rajasthan to Vadodara)ડ્રાઇવર સુરેન્દ્રસિંહની પૂછપરછ કરી હતી ડ્રાઇવરે તેના કન્ટેનરમાં દવાઓ હોવાનું કહી બિલો બતાવ્યા હતા.
આ પણ વાંચોઃ જનેતાની ક્રૂરતા: દારૂ પીને માસૂમને ઉતાર્યો મોતને ઘાટ, પતિએ પણ છોડી
દારૂની જુદી જુદી બ્રાન્ડની બટલો મળી - પરંતુ પોલીસને શંકા જતાં બોક્સ તપાસ્યા હતા. જેમાંથી કુલ 7. 58 લાખની દારૂની જુદી જુદી બ્રાન્ડની બટલો મળી આવી હતી. પોલીસે ડ્રાઇવરનો મોબાઇલ કબજે લઇ પૂછપરછ કરી હતી. દારૂનો જથ્થો રાજસ્થાનના બાડમૈર ખાતે રહેતા ભંવર નામના સપ્લાયરે મોકલ્યો હોવાની વિગતો ખૂલ હતી જ્યારે વડોદરામાં રીસિવર તરીકે એક મોબાઇલ નંબર મળ્યો છે. જે ફોન ધારકને બોલાવીને દારૂ પહોંચાડવાનો હોવાની વિગતો ખૂલતાં તેની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Destroy Alcohol in Surat : ઓલપાડ પોલીસની હદમાં ઝડપાયેલા કરોડાના દારૂ પર પોલીસનું બુલડોઝર