ETV Bharat / state

ચૂંટણી પહેલા જ ડભોઇમાં આમ આદમી પાર્ટીમાં પડ્યું મોટું ભંગાણ - ડભોઈ મતવિસ્તાર

ડભોઇ વિધાનસભા (Dabhoi Assembly) મત ક્ષેત્રમાં છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના ડભોઈ મતવિસ્તારના (Dabhoi Constituency) સ્થાનિક કાર્યકરોમાં મતભેદો ઉભા થવાને કારણે માહોલ ગરમાયો હતો. તેવામાં પાર્ટીમાં મોટું ભંગાણ સર્જયું હતું.

ચૂંટણી પહેલા જ ડભોઇમાં આમ આદમી પાર્ટીમાં પડ્યું મોટું ભંગાણ

author img

By

Published : Nov 13, 2022, 10:06 AM IST

વડોદરા : 140 ડભોઇ વિધાનસભા (Dabhoi Assembly) મત ક્ષેત્રમાં છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના ડભોઈ મતવિસ્તારના (Dabhoi Constituency) સ્થાનિક કાર્યકરોમાં મતભેદો ઉભા થવાને કારણે માહોલ ગરમાયો હતો. તેવામાં પાર્ટીમાં મોટું ભંગાણ સર્જયું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા શૈલેષભાઈ મહેતાના ( સોટ્ટા) હસ્તે સ્થાનિક મુખ્ય આગેવાનોએ કેસરિયો ધારણ (Gujarat Assembly election 2022) કરી લીધો હતો. આ ઉપરાંત જાણવા મળતી માહિતી મુજબ આગામી સમયમાં 200 ઉપરાંત કાર્યકરો પણ ભાજપમાં જોડાશે.

પૂર્વ શહેર પ્રમુખ સહિતનાં આગેવાનો ભાજપમાં જોડાયા : ડભોઇ 140 વિધાનસભા મત ક્ષેત્રમાં થોડાં સમય અગાઉ આમ આદમી પાર્ટીના બીજ રોપ્યા હતા, રંતુ ટૂંકા સમય ગાળામાં જ સ્થાનિક આગેવાનો પાર્ટી સાથે છેડો ફાડી રહયાં છે. થોડા દિવસ અગાઉ આ બેઠક ઉપર ઉમેદવાર જાહેર થતાં જ 40 - ઉપરાંત આગેવાનો અને કાર્યકરોએ રાજીનામાં આપ્યા હતાં. તેવામાં ડભોઈમાં પાર્ટીને ઉભી કરનારા પૂર્વ શહેર પ્રમુખ સહિત તેમનાં સાથીદારો ભાજપમાં જોડાઈ જતાં મોટું ભંગાણ સર્જાયુ છે.

ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા : ભારતીય જનતા પાર્ટીના ડભોઈના કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ બાલકૃષ્ણ પટેલ, નીરવ પટેલ, રાકેશ પટેલ સહિતનાં આગેવાનોએ દિગજ નેતા શૈલેષભાઈ મહેતા અને વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ ડો.બી.જે.બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં તેઓનાં હાથે કેસરિયો ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયાં હતાં. પરિણામે ડભોઈ વિધાનસભા મતવિસ્તારમાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયુ હતું.

વડાપ્રધાન મોદીથી પ્રેરિત થઈ ભાજપમાં જોડાયા : ભાજપમાં જોડાનારા આગેવાનોએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન દેશનાં વિકાસને વેગવંતો બનાવી દેશને ઉચ્ચ કક્ષાએ લઈ જવાના પ્રયાસો કરી રહયાં છે. " સૌનો સાથ સૌનો વિકાસ" એ સ્લોગન દેશમાં નરેન્દ્રભાઈ મોદી સાર્થક કરવાનાં પ્રયત્નો કરી રહયાં છે ત્યારે આપણે પણ તેમને સાથ આપવો જોઈએ અને સાથ આપીશું જ. તેથી અમો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.

આગામી દિવસોમાં આપના 200 ઉપરાંત કાર્યકરો ભાજપમાં જોડાવાની સંભાવના : આમ આદમી પાર્ટીના ભાજપમાં જોડાયેલા આગેવાનોએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં આમ આદમી પાર્ટીના બીજા 200 ઉપરાંત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે. જેનું મુખ્ય કારણ છે કે, પાર્ટીએ ડભોઇ વિધાનસભા મત ક્ષેત્રમાં સ્થાનિક કાર્યકર્તાઓને વિશ્વાસમાં લીધા વગર પાર્ટીનો મેન્ડેડ આપી દીધો છે. પરિણામે સ્થાનિક કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો છે. જેને લઈને આમ આદમી પાર્ટીમાં બીજું મોટું ગાબળું પડવાની શક્યતાઓ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.