ETV Bharat / state

વડોદરાના વાઘોડિયા ખાતે અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ - Waghodiya

જિલ્લાના વાઘોડિયા ખાતે અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 4 સંસ્કૃત ટીમોએ ભાગ લીધો હતો. સ્વામી ગોવિંદદેવ ગિરિ વેદ સંસ્કૃત મહવિદ્યાલય પાઠશાળાના પટાંગણમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાઘોડિયા ખાતે અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ

author img

By

Published : Feb 20, 2020, 5:38 PM IST

વડોદરા : કદાચ દેશમાં એવી પ્રથમ ક્રિકેટ ટુર્નામેન્ટ જેમાં ખેલાડીઓ ટ્રેક અને ટીશર્ટ નહીં, પરંતુ ધોતી અને ઝભ્ભો પહેરીને સંસ્કૃત ભાષાનો બચાવવાનો પ્રયાસ કર્યો હતો. દેશમાં પ્રથમ વખત આ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાની ચાર સંસ્કૃતની પાઠશાળાઓ ભાગ લીધો હતો. મહત્વની વાત તો એ છે કે અહીં કોમેન્ટ્રી પણ સંસ્કૃતમાં જ કરવામાં આવી હતી. આમ પણ દેશમાં સંસ્કૃત ભાષા ઓછી બોલાઇ રહી છે, ત્યારે તેને બચાવવા માટે પરંપરાગત વસ્ત્રો પરિધાન થઈ સંસ્કૃત પ્રેમીઓ આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

વાઘોડિયા ખાતે અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ

આજના ઝડપી જીવનમાં લોકો પોતાની માતૃભાષા ઓછી બોલી રહ્યા છે, ત્યારે અહીં સંસ્કૃત ભાષાના પ્રચારના ભાગરૂપે ક્રિકેટ કોમેન્ટરી પણ સંસ્કૃત ભાષામાં કરવામાં આવી રહી છે. આજની મેચ જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા. ઉદ્દેશ્ય માત્ર એક જ હતો સંસ્કૃત ભાષા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે. સતત બીજા વર્ષે આ પ્રકારની ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવી રહી છે. જેમાં ભાગ લેનાર ક્રિકેટરોએ ધોતી અને ઝભ્ભો પહેરીને રમતા નજરે પડી રહ્યા છે. અહીં રમતની સાથે ભાષાનો સંયોગ નજરે પડ્યો હતો. સ્વામી ગોવિંદદેવ ગિરિ વેદ સંસ્કૃત મહવિદ્યાલય વાઘોડિયા ખાતે આ મેચ યોજવામાં આવી રહી છે. મેચમાં ભાગ લેનાર ટીમોના નામ અનીરુદ્ધાચાર્ય સંસ્કૃત મહાવિદ્યાલય ચાંણોદ, અલ્કા દેવી સંસ્કૃત મહવિદ્યાલય ચાંણોદ, હૈડીયાખંડી સંસ્કૃત મહાવિદ્યાલય કાયાવરોહણ સહિતની ચાર ટીમો ભાગ લઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.