વડોદરાઃજુગારીયાઓ(Gamblers in Vaoddara)જુગાર રમવા માટેનો એક મોકો ચૂકતા નથી. હાલમાં જ શ્રાવણ માસની પૂર્ણાહૂતી થઈ છે, ત્યારે જુગારીયાઓની મૌસમ આવી હોય એવું લાગે છે.વડોદરાના વડુ પોલીસ સ્ટેશન(Vadu Police Station Vadodara)વિસ્તારમાં કરખડી ગામની સીમમાં આવેલા શિવાફાર્મા કંપનીની (Gambling Case in Vadodara) પાછળ ગૌચરની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો, અહીં કોઇને ખબર પડશે નહીં, કે પોલીસ પહોંચશે નહીં તેવા વહેમમાં પત્તા રમી રહ્યા હતા.
દરોડા પડ્યાઃ આ દરમિયાન વડોદરા LCBની ટીમ વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી આધારે પોલીસે છાપેમારી કરી હતી.તે દરમિયાન કુલ રોકડ રૂપિયા 53,100ના મુદ્દામાલ સાથે 4 ઈસમો ઝડપી પાડ્યા હતા. તમામને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગૌચરની પસંદગીઃરાજ્યમાં વધતી જતી ગુનાહિત પ્રવુતીના લીધે પોલીસ પણ સતર્ક બની છે. ગેરકાયદેસરની અસામાજીક પ્રવૃત્તિઓ નાબૂદ થાય તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરતી હોય છે. આ પ્રકારનાં જુગાર રમતા તત્વોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. જુગારીઓ જુગાર રમવા માટે ગૌચરની જમીન પસંદગી કરતા હોય છે.
પકડાયેલ શખ્સોના નામ
1.ઇકબાલ અહેમદભાઇ ગરાસીયા (રહે.પાદરા, વડોદરા)
2.ઇરફાન સાબીરભાઇ ખોખર (રહે. પાદરા, વડોદરા)
3.નિંકુજભાઇ સુંદરલાલ બ્રહ્મક્ષત્રિય (રહે, પાદરા, વડોદરા)
4.ઐયુબભાઇ ગફુરભાઇ શેખ (રહે, વડોદરા)