વડોદરા: હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે ગુજરાતનો દરેક નાગરિક છે કોરોના વોરિયર છે. ગુજરાત રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા 'હું પણ કોરોના વોરિયર' અભિયાન ચાલું કરવામાં આવ્યું છે.
આ નિમિતે સૌ કાર્યકર્તાઓ સાથે એકત્રિત થઈને કોરોના સામે સીધા જંગમાં પ્રત્યેક નાગરિક કોરોના વોરિયર બની લડે તેવી જાગૃતિ માટે આજ રોજ ડભોઈ શહેરમાં ટાવર ચોક ખાતે લોકોમાં જાગૃતિ વધારવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિસ્તારના કાર્યકર્તાઓ પણ હજાર રહ્યાં હતાં. તેમજ ધારાસભ્ય શૈલેષ મેહતા પણ ઉપસ્થિત રહીને દરેક નાગરિકે ક્યા નિયમોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે તે અંગે માહિતી પણ આપી હતી.
• વડીલો-બાળકો ઘરમાં જ રહે તેની તકેદારી રાખે
• માસ્ક પહેર્યા વગર-કારણ વગર ઘર બહાર ન નીકળે
• દો ગજ કી દૂરી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે
• ડર એ વિકલ્પ નથી, ડર નહિ સાવચેતીનો મંત્ર અપનાવીએ