ETV Bharat / state

વડોદરામાં વડાપ્રધાન મોદીના 70માં જન્મદિવસને લઇને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ - મુખ્યપ્રધાન વિજય રૂપાણી

વડોદરામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મદિવસને લઇને શહેર અને જિલ્લામાં વિવિધ કાર્યક્રમો દ્વારા નારી સશક્તિકરણ પર્વ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.

Vadodara
વડોદરામાં પીએમ મોદીના 70માં જન્મદિવસને લઇને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
author img

By

Published : Sep 16, 2020, 7:26 AM IST

વડોદરા : આગામી 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો 70મો જન્મ દિવસ વડોદરા શહેર અને જિલ્લામાં નારી સશક્તિકરણ પર્વ તરીકે ઉજવવાનું આયોજન કરવા જિલ્લા ઉજવણી સમિતિની બેઠક મળી હતી. જેમાં કલેક્ટર શાલિની અગ્રવાલે આ દિવસે મહિલાઓ દ્વારા આજીવિકા અને ઉપાર્જનલક્ષી પ્રવૃત્તિઓ પ્રવેગી બને તે પ્રકારના અસરકારક કાર્ય-આયોજનોનું માર્ગદર્શન આપ્યું હતું. આ દિવસે ગાંધીનગર ખાતે વડાપ્રધાન વિજય રૂપાણી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો ઈ-શુભારંભ કરાવશે. જેનો હેતુ 1 લાખ જેટલી મહિલા સ્વસહાયતા જૂથોને પ્રત્યેકને રૂપિયા 1 લાખનું આર્થિક ધિરાણ આજીવિકામાં વધારો કરતી પ્રવૃત્તિઓ માટે આપીને, આ જૂથો સાથે સંકળાયેલી 10 લાખ મહિલાઓને નવ સશક્તિકરણ માટે સક્ષમ બનાવવાનો છે.

આ ધિરાણનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવે તે સહિત વિવિધ લાભદાયક અને પ્રોત્સાહક જોગવાઈઓ આ યોજનામાં છે. આ બેઠકમાં જિલ્લા કલેકટરે તેની વિગતવાર જાણકારી આપી હતી. તેમજ શહેર જિલ્લામાં આ દિવસે ત્રણ સ્થળે કાર્યક્રમો યોજીને મહિલા સમુદાયને આ યોજનાની વ્યાપક જાણકારી આપવાની રૂપરેખા જણાવી હતી. આ કાર્યક્રમોમાં મુખ્યપ્રધાન દ્વારા યોજનાના ઈ-લોન્ચિંગના પ્રસંગનું જીવંત પ્રસારણ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતની મહિલા શકિતને આત્મનિર્ભર પગભર સ્વાવલંબી થવાના નવા દ્વાર વિજય રૂપાણીએ ખોલી આપ્યા છે. રાજ્યમાં પ્રથમ વાર મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના શરૂ કરીને 10 લાખથી વધુ માતાઓ બહેનોને ઝીરો ટકા વ્યાજે લોન ધિરાણ અપાશે એમ કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું. આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલા શક્તિ અગ્રેસર રહેશે એમ જણાવતાં કલેકટરે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગાંધીનગરથી ઈ-લોન્ચિંગ દ્વારા રાજ્યવ્યાપી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો શુભારંભ કરાવશે. જેને પરિણામે કોરોના પછીની બદલાયેલી આર્થિક સામાજિક જીવનશૈલીમાં મહિલા શક્તિ-માતા બહેનોની આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખુલશે. વડોદરા જિલ્લામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના અસરકારક અમલ માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને 16 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.

આ યોજનાના અમલીકરણ અંગે કલેક્ટર શાલિની અગ્રવાલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. કલેકટરે વડોદરા જિલ્લામાં યોજનાના અમલ અંગે જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, વડોદરા જિલ્લામાં વડોદરા શહેર, કરજણ અને સાવલીમાં કાર્યક્રમ યોજાશે. વડોદરા જિલ્લામાં યોજનાના શુભારંભ અવસરે બેન્કો સાથે મહિલાલક્ષી ધિરાણ માટે સમજૂતી કરાર કરવામાં આવશે. એટલું જ નહીં દરેક કાર્યક્રમ દીઠ સ્વસહાય જૂથની મહિલાઓને ધિરાણ મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાના આઠ તાલુકામાં 7,503 સ્વસહાયતા જૂથની રચના કરવામાં આવી છે. તેમજ વર્ષ 2020-2021માં આ જૂથ પૈકી 305 સ્વસહાયતા જૂથોની 3,050 જેટલી મહિલાઓને આજીવિકા માટે વિવિધ સ્વરોજગારીની પ્રવૃતિ દ્વારા આર્થિક ઉપાર્જન માટે રૂપિયા 446.06 લાખનું માતબર ધિરાણ બેન્કો દ્વારા કરવામાં આવ્યું છે. આ યોજનાનો રાજ્યના એક લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનોને મળશે. તેમજ કુલ 1000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને આપવામાં આવશે. બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે અને લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી પણ અપાશે. મહિલા જૂથ દીઠ રૂપિયા 1 લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મહિલાઓને આપવામાં આવશે.

આ યોજના હેઠળ પ્રત્યેક માતા-બહેનોને પોતાનો નાનો મોટો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા વગર વ્યાજે લોન ધિરાણ મળી રહેશે અને કોરોના પછીની સ્થિતિમાં માતા-બહેનોને ઘર પરિવારનો આર્થિક આધાર બનવા નાના માણસની મોટી લોનનો મુખ્યપ્રધાનનો ધ્યેય સાકાર થશે. આ યોજના હેઠળ મુખ્યપ્રધાને રૂપિયા 175 કરોડનું બજેટ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે ફાળવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.