ETV Bharat / state

વડોદરામાં આવેલા નાથદ્વારા કોમ્પ્લેક્સનાં ગેમ ઝોનમાં આગ લાગી - corona virus cases in vadodra today

વડોદરાના ડભોઇ રીંગ રોડ પર નારાયણ ચોકડી પાસે આવેલા નાથદ્વારા કોમ્પ્લેક્સમાં પોઈન્ટ્સ સ્નુકર કેફે એન્ડ ગેમ ઝોનમાં આગ લાગી હતી. ઘટનાને પગલે ત્યાં નાસભાગ મચી હતી.

વડોદરામાં આવેલા નાથદ્વારા કોમ્પ્લેક્સનાં ગેમ ઝોનમાં આગ લાગી

author img

By

Published : May 18, 2020, 4:35 PM IST

વડોદરાઃ ડભોઇ રીંગ રોડ પર નારાયણ ચોકડી પાસે નાથ દ્વારા કોમ્પ્લેક્સમાં બીજા માળે આવેલા પોઈન્ટ્સ સ્નુકર કેફે એન્ડ ગેમ ઝોનમાં આજે વહેલી સવારે 9 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગએ વિકરાળ રુપ ધારણ કર્યુ હતુ. ધુમાડાના ગોટેગોટા નીકળતાં ઘટના સ્થળે લોકટોળાં ઉંમટ્યા હતા. બનાવની જાણ કરતાં તુરંત જ પાણીગેટ ફાયર સ્ટેશનના ફાયર ફાઈટરો સાથે દોડી ગયા હતા.

વડોદરામાં આવેલા નાથદ્વારા કોમ્પ્લેક્સનાં ગેમ ઝોનમાં આગ લાગી

લોકડાઉનને લઈ આ ગેમ રૂમ બંધ હોવાથી ફાયર ફાઈટરોએ દરવાજા તેમજ વેન્ટિલેશન માટે બારીઓ તોડી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની પરિસ્થિતિ જોતા 3 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ કોમ્પ્લેક્સમાં તમામ દુકાનો બંધ હોવાથી જાનહાની થતાં ટળી હતી. જોકે,આગ કયાં કારણોસર લાગી તે જાણવા મળ્યુ ન હતું.આગ લાગી હોવાની જાણ ગેમ ઝોનના માલિકને કરવામાં આવી હતી. જે આવ્યા બાદ જ કેટલું નુકશાન થયું છે તેનો અંદાજો લગાવી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.