ETV Bharat / state

વડોદરા: હરણી મોટનાથ મહાદેવ રોડ પર દેવાશિષ ફ્લેટમાં લાગી આગ - આગ

વડોદરા શહેરના હરણી મોટનાથ મહાદેવ રોડ પર દેવાશિષ ફ્લેટમાં શુક્રવારે મોડી સાંજે આગ લાગી હતી. પાર્કિંગમાં રહેલો શેડ તેમજ 16 જેટલા ટુ વ્હિલર આગની ચપેટમાં આવી ગયા હતા. ચોથા માળ સુધી આગના ધુમાડા ફેલાતા લોકોમાં ભય જોવા મળ્યો હતો અને જીવ બચાવવા માટે લોકોએ નાસભાગ કરી મૂકી હતી. ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી.

હરણી મોટનાથ મહાદેવ રોડ પર દેવાશીષ ફ્લેટમાં લાગી આગ

author img

By

Published : Nov 14, 2020, 2:20 PM IST

Updated : Nov 14, 2020, 3:14 PM IST

  • શહેરના દેવાશિષ ફ્લેટમાં ભીષણ આગ લાગી
  • ફ્લેટ પાછળના ટ્રુ વ્હીલર પાર્કિંગના 16 વાહનો સળગ્યા
  • ફસાયેલા 42 લોકોને ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરી બચાવાયા

વડોદરા: શહેરના હરણી મોટનાથ મહાદેવ રોડ પર દેવાશીષ ફ્લેટ ખાતે શુક્રવારે મોડી સાંજે આગ લાગી હતી. પાર્કિંગમાં રહેલો શેડ તેમજ 16 જેટલા ટુ વ્હિલર આગની ચપેટમાં આવી ગયા હતા. ચોથા માળ સુધી આગના ધુમાડા ફેલાતા લોકોમાં ભય જોવા મળ્યો હતો અને જીવ બચાવવા માટે લોકોએ નાસભાગ કરી મૂકી હતી. ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફ્લેટમાં અંદાજે નવ જેટલા મકાનો હતા. જીવ બચાવવા માટે લોકોએ નાસભાગ કરી મૂકી હતી. ફસાયેલા લોકોનું રેસ્ક્યુ શરૂ કર્યું હતું. ચોથા માળ સુધી ફસાયેલા 42 જેટલા લોકોને સહીસલામત રીતે નીચે ઉતાર્યા હતા. દિવાળીના તહેવાર ટાણે આગ લાગતાં વિસ્તારના લોકો ભયભીંત બન્યા હતા. સમયસર ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે આવી જતા લોકોએ રાહત અનુભવી હતી. ફાયર બ્રિગેડની ટીમે 42 લોકોના જીવ બચાવ્યા હતા. જેથી લોકોએ ફાયરબ્રિગેડના જવાનોની કામગીરીની પ્રશંસા કરી હતી.

હરણી મોટનાથ મહાદેવ રોડ પર દેવાશિષ ફ્લેટમાં લાગી આગ

ચોથામાળ સુધી ધુમાડાો ફેલાતા લોકોમાં ભયનો માહોલ

હરણી મોટનાથ મહાદેવ મંદિર રોડ ઉપર સિગ્નસ સ્કૂલ આવેલી છે. તેની બરાબર સામે ચાર માળનો દેવાશિષ ફ્લેટ છે. જે ફ્લેટના પાછળના ભાગે ટ્રુ વ્હીલ ગાડીઓનું પાર્કિંગ છે, ત્યાં જ ઈલેક્ટ્રીક પેનલ બોર્ડ છે. જેમાં શુક્રવારે મોડી સાંજે શોર્ટ સર્કિટ થયું હતું. જેના કારણે આગનું છમકલું સર્જાયું હતું. જો કે, જોત જોતામાં પાર્ક થયેલા ટુ-વ્હીલર્સ પણ આગની લપેટમાં આવી ગયા હતા. મોપેડ, બાઈક સહિતના 16 જેટલા ટુ-વ્હીલર્સમાં આગ લાગી ગઈ હતી. તેમજ શેડ પણ સળગી ગયો હતો.

ફાયર ફાઈટરની 3 ગાડી ઘટના સ્થળે પહોંચી

ગ્રાઉન્ડ ફ્લોરથી લઇને છેક ચોથા માળ સુધી ધુમાડાના ગોટેગોટા ફેલાયા હતા. આ ફ્લેટમાં અંદાજે નવ જેટલા મકાનો હતા. જે પૈકીનું એક મકાન બંધ હતું. જ્યારે આઠ મકાનોમાં રહેતા લોકો ફસાયા હતા. ત્રણ ફાયર ફાયટરોનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પનીગેટના ફાયર ઓફિસર અમિત ચૌધરીની એક ટીમે આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે બીજી ટીમે ફ્લેટમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ શરૂ કર્યું હતું. ચોથા માળ સુધી ફસાયેલા 42 જેટલા લોકોને સહીસલામત રીતે નીચે ઉતાર્યા હતા. દિવાળીના તહેવાર વખતે આગ લાગતાં વિસ્તારના લોકો ભયભીંત બન્યા હતા. સમયસર ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે આવી જતાં લોકોએ રાહત અનુભવી હતી. જેથી લોકોએ ફાયરબ્રિગેડના જવાનોની કામગીરીની પ્રશંસા કરી હતી.

Last Updated : Nov 14, 2020, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.