વડોદરાઃ જિલ્લાના સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરના પ્રટાંગણમાં યોજાયેલા ખેડૂત હીતલક્ષી કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતાં. જેમણે ખેડૂતોની આવક બમણી કરવાના આહવાનના પ્રતિસાદ રૂપે રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ખેડૂત હીતલક્ષી વિવિધ કાર્યક્રમો યોજનાઓ અમલમાં મુકવામાં આવેલી છે.
આ પૈકી વરસાદની અતિવૃષ્ટિ જેવા કુદરતી આફતોના સમયે ખેડૂતોના હીતની ચિંતા કરી અમલમાં મુકાયેલા કિસાન સહાય યોજના તેમજ ખેતીવાડીની આધુનિક ખેત પદ્ધતિથી ખેડૂતની આવક બમણી થાય અને સંપૂર્ણ આત્મનિર્ભર બને જેવી અનેક બાબતોથી ખેડૂતોને માહિતગાર કરવા રાજ્યસરકાર દ્વારા તાલુકાકક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદાર, જિલ્લા વિકાસઅધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ કાર્યકરો ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમની પૂર્ણાહૂતિ બાદ ગૃહરાજ્ય પ્રધાન સહિત ડેસરમાં નવનિર્માણ કરાયેલા પોલીસ આવાસ અને પોલીસ મથકના લોકાર્પણ માટે ડેસર રવાના થયા હતાં.