ETV Bharat / state

અમદાવાદથી ૭૦ વર્ષીય વૃદ્ધ વડોદરા સાયકલ પર ગયા, પછી જાણો થયું શું?

વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલા ભત્રીજાને લેવા માટે અમદાવાદથી સાયકલ પર વડોદરા આવેલા 70 વર્ષીય વૃદ્ધને જેલ પ્રશાસન દ્વારા ધક્કો ખવડાવતા વૃદ્ધ અવઢવમાં મુકાયા હતા.

author img

By

Published : Apr 1, 2020, 12:02 AM IST

વડોદરા : જેલ સત્તાવાળાઓની બેદરકારી કે માનવતા વિહીન વહીવટનો અમદાવાદના 70 વર્ષિય વૃદ્ધને મંગળવારે અનુભવ થયો હતો.હાલ કોરોના વાઈરસની સ્થિતિના સંજોગોમાં જેલમાં રહેલાં કેદીઓને મુક્ત કરવા અંગેની કામગીરી અંતર્ગત વડોદરા સેન્ટ્રલ જેલ તંત્ર દ્વારા અમદાવાદના હિરાપુર ગામના વૃદ્ધને ફોન કરીને જણાવાયું હતું કે,તેઓ રૂ.500 ભરીને જેલમાં રહેલાં તેમના ભત્રીજાને લઈ જાય.જેને પગલે મંગળવારે વૃદ્ધ સાઈકલ લઈને વડોદરા પહોંચ્યા હતાં.

જોકે,જેલ સત્તાવાળાઓએ ઓર્ડર કેન્સલ થઈ ગયો હોવાથી હવે ભત્રીજાને છોડાશે નહીં તેવો ઉડાઉં જવાબ આપતાં વૃદ્ધ અટવાયા હતાં.અત્રે પ્રશ્ન થાય છે કે,જો કેદીને છોડવાનો જ નહોતો તો પછી,જેલ તંત્ર દ્વારા વૃદ્ધને ફોન કરીને શા માટે જણાવવા આવ્યું ?

અમદાવાદના હિરાપુર ગામના રહેવાસી રામાભાઈ પંચાલે ભત્રીજા સંજય પંચાલને પુત્રની જેમ ઉછેર્યો હતો.ફેબ્રિકેશનની કામગીરી કરતાં રામાભાઈનો ભત્રીજો સંજય ટાયરના વ્યવસાય સાથે સંકળાયેલો હતો.અને 4 ચોરીના ટાયર ખરીદવાના મામલે તેની પોલીસે ધરપકડ કરી હતી. ત્યાર બાદ છેલ્લાં 5 મહિનાથી સંજય વડોદરા સેન્ટ્રલ જેલનો કેદી છે.

હાલમાં કોરોના વાઈરસની ગંભીર પરિસ્થિતિને અનુલક્ષીને જેલમાં રહેલાં કેદીઓને મુક્ત કરવા અંગે આદેશ કરાયા હતાં. જેને પગલે ત્રણેક દિવસ અગાઉ વડોદરા સેન્ટ્રલ જેલ તંત્ર દ્વારા ફોન કરીને રામાભાઈને જણાવાયું હતું કે,રૂ 500 ભરીને તેઓ સંજયને છોડાવી જાય.જોકે,તે વખતે નાણાંની અછત હોવાથી રામાભાઈ વડોદરા આવી શક્યા નહોતા.આ અગાઉ પણ તેમને જેલ તંત્ર દ્વારા એકાદ બે કોલ કરાયા હતાં. ત્યારે ટી.વી.પાડોશીને ત્યાં ગીરવે મુકી રામાભાઈએ રૂ.1000ની વ્યવસ્થા કરી હતી.દરમિયાનમાં વહેલી સવારે 5 વાગ્યે જેલ તંત્ર દ્વારા રામાભાઈને કોલ કરાયો હતો.વડોદરા પહોંચવા માટે અન્ય કોઈ સગવડ ના હોવાથી આશરે 70 વર્ષિય રામાભાઈ પંચાલ મંગળવારે સવારે 7 વાગ્યે સાઈકલ પર વડોદરા આવવા નિકળ્યાં હતાં.

સાંજે 4 વાગ્યાના અરસામાં રામાભાઈ વડોદરા સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતાં.જ્યાં તેમણે પુછપરછ કરતાં જેલ તંત્ર દ્વારા ઉડાઉં જવાબ આપવામાં આવ્યો હતો કે,તમે આટલા દિવસ ના આવ્યા,હવે ઓર્ડર કેન્સલ થઈ ગયો છે.આવો જવાબ સાંભળીને રામાભાઈ અચંબામાં મુકાઈ ગયાં હતાં.સંજયને ક્યારે છોડવામાં આવશે તે અંગે જેલ તંત્ર દ્વારા કોઈ જ ચોક્કસ માહિતી આપવામાં ના આવતાં રામાભાઈ અવઢવમાં મુકાઈ ગયા હતાં.

અત્રે ઉલ્લેખનિય છે.જે,વડોદરામાં રહેવાની કોઈ વ્યવસ્થા ના હોવાથી અને સંજયને જેલમાંથી ક્યારે મુક્ત કરાશે તે અંગે કોઈ જાણકારી ના હોવાથી વૃદ્ધે સાયકલ પર પરત અમદાવાદ જવાની વિચારણા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.