મળતી માહિતી મુજબ તાજેતરમાં જ યુવિનર્સીટીમાંથી ઉત્તરવહીઓ બહાર લઈ જઈને જવાબો લખવાના કૌભાંડમાં તો વચગાળાના અહેવાલના આધારે 13 જેટલા વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી ચુકી છે. જેના આધારે સિન્ડિકેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આ વિદ્યાર્થીઓ પર યુનિવર્સિટીમાં 5 વર્ષ સુધી પ્રવેશ લેવા પર પ્રતિબંધ મુકવામાં આવે. જોકે આ મામલો પરીક્ષાને લગતો હોવાથી નિર્ણય લેવાની કાર્યવાહી અનફેરમિન્સ કમિટીને સોંપવામાં આવી શક્ય છે.
જો કે, કમિટી દ્વારા તેમને કાયમ માટે યુનિવર્સિટીમાંથી હાંકી કાઢવાનો પણ નિર્ણય લેવાઈ શકે છે. જોકે આ ઉપરાંત બીજી તરફ એસિડ એટેકની ધમકીના મામલામાં સિન્ડિકેટ વચગાળાના અહેવાલ પર કોઈ નિર્ણય લઈ શકી નહોતી. કારણકે આ કમિટીની તપાસ હજી સુધી ચાલી રહી છે, અને કમિટી કોઈ તારણ પર હજી આવી શકી નથી. આ બંને ચકચારી મામલાઓમાં કમિટી દ્વારા અંતિમ રિપોર્ટ સુપરત કર્યા બાદ આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે.