મળતીમાહિતી પ્રમાણે ફતેગંજ વિસ્તારમાં આવેલી અનુજ ગેસ એજન્સીના કેટલાક ગેસની ડિલિવરી કરતા ટેમ્પાના ડ્રાઈવર તેમજ હેલ્પરો દ્વારા આ કૌભાંડ કરવામાં આવ્યું છે. ગેસ રિફિલિંગ કૌભાંડ એ શહેરમાં આવેલા કારેલીબાગના જલારામનગર ખાતે જયેશ ભરવાડના મકાનમાં આચરવામાં આવ્યું હતું. આ વિગતોને પગલે ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો.
ત્યારબાદ આ કામગીરીમાં પોલીસે 5 શખ્સની અટકાયતકરીતેમની પાસેથી ઘરેલુ અને કોમર્શિયલ વપરાશના 33 નંગ, ગેસના ભરેલા સિલિન્ડરો, રિફિલિંગ માટેની પાઈપ, પાંચ ખાલી સિલિન્ડર, ટેમ્પો અને સિલિન્ડર સીલ કરવા સહિતના સાધનો કબજેકરવામાં આવ્યા છે. આ અંગે કાયદેસરની કાર્યવાહીની તપાસ હાથ ધરવામાં આવી છે.