ETV Bharat / state

Vadodara Corporation Budget 2023-24: વડોદરા કોર્પોરેશનનું 2023-24નું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ, વિકાસના વિવિધ કામો પાછળ રૂપિયા 950 કરોડનો ખર્ચ કરાશે

author img

By

Published : Jan 28, 2023, 2:52 PM IST

વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2023-24 નું 4761 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું .જેમાં શહેરના વિવિધવિકાસ કામો કરવા માટે એન્વાઇરમેન્ટ સહિત વધારાના 79 કરોડનો કરદરનું સૂચન કરવામાં આવ્યું છે. કોર્પોરેશન વિવિધ વિકાસના કામો પાછળ રૂપિયા 950 કરોડનો ખર્ચ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

year 2023 24 presented to the Standing Committee

વડોદરા કોર્પોરેશનનું 2023-24નું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ

વડોદરા: વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ મસુનિસ્પલ કમિશનરે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું. જેમાં શહેરના વિવિધ વિકાસના કામો કરવા માટે વધારાના 70 કરોડનો કરદરનું સૂચન કર્યું છે. આ વર્ષે ચૂંટણીનું વર્ષ નથી એટલે કરદરમાં વધારો થવાનું અનુમાન હતું. આ ઉપરાંત વડોદરા શહેરની હદમાં વધુ 7 કામોનો સમાવેશ થયો છે. જેથી વિકાસના કામોમાં વધારો કરવાની ફરજ પડી છે કોર્પોરેશન વિવિધ વિકાસના કામો પાછળ 950 કરોડનો ખર્ચ કરવા જઈ રહ્યું છે. આમ વડોદરા મનપાનું બજેટ 3838.67 કરોડથી વધી 4500 કરોડ પહોંચશે.

વિકાસના વિવિધ કામો પાછળ રૂપિયા 950 કરોડનો ખર્ચ કરાશે

રિવાઇઝડ અને ડ્રાફટ બજેટ રજૂ: મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ સ્થાયી સમિતિ સમક્ષ વર્ષ 2023-24નું રિવાઇઝડ અને ડ્રાફટ બજેટ રજૂ કર્યું. જેમાં ખાસ કરીને છેલ્લા 12 વર્ષથી કોર્પોરેશન વેરાની રકમ ઉપર વધારો ઝીંક્યો નથી. હાલ કોર્પોરેશને વેરામાંથી 542 કરોડની આવક થઈ રહી છે. જે વધીને 900 કરોડ સુધી પાહોસે તેવું અનુમાન છે. આ ઉપરાંત કોર્પોરેશનની હદમાં નવા સમાવેશ થયેલ ગામોમાં કોર્પોરેશન વેરાની વસૂલાત કરવાની સાથે પ્રાથમિક સુવિધા પૂરી પાડતું ન હોવાની બૂમો ઉઠી હતી. જે બાદ તંત્રએ હવે ઓજી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનું નેટવર્ક વિસ્તારમાંને પ્રાધાન્ય આપ્યું છે.

નવો પાણીનો સ્રોત ઊભો કરવા 505 કરોડનો ખર્ચ: કોર્પોરેશન પાણીનું નેટવર્ક વિસ્તાર માટે ભાયલી, ઊંડેરા, તરસાલી, કરોડિયા, બિલ, વેમાલી ગોરવા, નિમેટા લાઈન, બાપોદ જાંબુડીયાપુરા, ઓજી વિસ્તારમાં અંદાજે 20 જેટલા પ્રોજેક્ટ પાછળ 811.13 કરોડનો ખર્ચ થશે. આ ઉપરાંત રામેશરા કેનાલ તથા રાયકા ફ્રેન્ચવેલથી નવો પાણીનો સ્રોત ઊભો કરવા 505 કરોડનો ખર્ચ કરાશે.

આ પણ વાંચો Budget 2023 : કચ્છીમાડુઓને બજેટમાં આશા અપેક્ષાઓ અનેક...

46 પ્રોજેક્ટ પાછળ 1623.53 કરોડનો ખર્ચ: જ્યારે ડ્રેનેજ નેટવર્કની વાત કરીએ તો, તરસાલી,ગોરવા, કરોળિયા, બિલ, ઉંડેરા, સેવાસી, શેરખી, ભાયલી સહિતના વિસ્તારોમાં એસટીપી પ્લાન્ટ,એપી એસ, ડ્રેનેજ ગ્રેવિટી લાઈન, પ્રેશર લાઈન, ઔસલરી પંમ્પિંગ સ્ટેશન સહિતની જરૂરી સુવિધા ઉભી કરવા અંદાજે 22 પ્રોજેક્ટ પાછળ 195.60 કરોડનો ખર્ચ થશે. તેમજ શહેરના સયાજીબાગ ગાર્ડનમાં અપગ્રેડેશન પ્રક્રિયા કોર્પોરેશન હાથ ધરશે જેમાં ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, રમત ગમતના સાધનો, વિકલાંગો માટે જરૂરી સુવિધા પાછળ 1.80 કરોડનો ખર્ચ થશે. આમ અંદાજે 46 પ્રોજેક્ટ પાછળ વડોદરા કોર્પોરેશન 1623.53 કરોડનો ખર્ચ કરશે ખાસ કરીને સરકારી ગ્રાન્ટ ઉપર જ મોટા ભાગે નિર્ભર સેવાસદન માટે નવા વર્ષમાં નવી આવક કેવી રીતે ઉભી કરવી તેની ચિંતા કોરી ખાય છે વેરા વધારો તો કરવા જ પડે તેવી હાલત છે અને આવકના નવા સ્ત્રોત પણ ઉભા કરવા પડશે તે પણ નિશ્ચીત છે.

આ પણ વાંચો Surat news: સુરત મનપાનું આઇકોનિક ભવનનું નિર્માણ, સીએમ ભુપેન્દ્ર પટેલ કરશે ખાતમુહૂર્ત

વર્ષો જૂની પરંપરા તૂટી: મહાનગરપાલિકામાં પ્રતિ વર્ષ સવારે ડ્રાફ્ટ બજેટ અને રિવાઇસ બજેટ રજૂ કરવાની વર્ષો જૂની પરંપરા તૂટી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે વડોદરાની મુલાકાતે હતા અને બીજી બાજુ મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ અને બજેટ મહાનગરપાલિકાના મ્યુ. કમિશનર પ્રતિ વર્ષ નિયત સમયે સવારે 10:30એ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવાનો સિલસિલો છે, પરંતુ મુખ્યમંત્રીનું આગમન આજે સવારે વડોદરામાં થયું હોવાથી મહાનગરપાલિકામાં પ્રતિવર્ષ સવારે ડ્રાફ્ટ બજેટ અને રિવાઇઝ બજેટ રજૂ કરવાની વર્ષો જૂની પરંપરા આજે તૂટી હતી.

For All Latest Updates

TAGGED:

Vadodara
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.