વડોદરાઃ શહેરમાં 45000 હજાર ઓટો રીક્ષા પ્રવાસીઓ માટે ફરી રહ્યા છે. જેમાંથી અનેક રીક્ષાઓ એવી છે કે જેમાં મીટર (Rickshaw Detain in Vadodara )લગાવેલ હોતા નથી. જેથી રીક્ષા ચાલક જે કંઈ ઉચક ભાડું માંગે તે પ્રવાસીએ આપવું પડે છે. જેથી વડોદરા પોલીસ (Vadodara Traffic Police )દ્વારા હવે આવા રીક્ષા ચાલકો સામે દંડનીય કાર્યવાહી શરૂ કરી છે, અને આવી રીક્ષાઓ ડીટેઇન કરવામાં આવી રહી છે.
342 રીક્ષા સામે કાર્યવાહી - વડોદરા ટ્રાફિક શાખાના મદદનીશ પોલીસ કમિશનર પ્રણવ કટારીઆએ જણાવ્યું હતું કે અનેક વિસ્તારોમાંથી પેસેન્જરની લેખિત અને મૌખિક રજૂઆતો આવતી હોય છે કે અમને ઉચક ભાડું વસુલવામાં આવે છે. અનેક રીક્ષાઓમાં મીટર નથી હોતા તેના આધારે ટ્રાફિક શાખા તરફથી છેલ્લા 6 મહિનામાં 342 રીક્ષા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સાથે રીક્ષા ચાલકોની સ્પેરપાટ બાબતે કોઈ પણ રજૂઆત આવી નથી તેવું જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ અમદાવાદ જાગૃત રીક્ષા ચાલક યુનિયન દ્વારા સરકાર સામે હાઇકોર્ટમાં અરજી
લોકોને ઊંચક ભાડા માંથી મુક્તિ મળશે - સાથે દરેક રીક્ષાચાલક પોતે મીટર રાખે તેવી અપીલ કરવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિને મીટર વગરની રીક્ષા ફરતી હોય તો 100 નંબર પર ફોન કરી વડોદરા શહેર ટ્રાફિક પોલીસને જાણ કરો તો તે ઓટો રીક્ષા ચાલક વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું મદદનીશ પોલીસ કમિશનરે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાનને કારણે રીક્ષામાં પ્રવાસ કરતા લાખો પ્રવાસીઓને હવે નિયત અંતર માટે જ ભાડું આપવું પડશે જેથી તેમને મોટી રાહત રહેશે.
આ પણ વાંચોઃ લોકો શા માટે અનોખી રિક્ષાની કરી રહ્યા છે મુસાફરી, જાણો કારણ...
ઓટોરીક્ષા પ્રમુખ અને રિક્ષાચાલક શું કહે છે - વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઓટો રીક્ષા સામે મીટર વગરની રીક્ષાઓને ડિટેઇન અભિયાન હાથ ધરવામાં આવેલ છે . ત્યારે ઓટો રીક્ષા પ્રમુખ જણાવે છે કે આ અભિયાનમાં તમામ ઓટો રીક્ષા ચાલકો સહકાર આપી રહ્યા છે. પરંતુ કેટલાક રીક્ષા ચાલકોના મીટરમાં આવતી ચેન કે સ્પેરપાર્ટ મળતા ન હોવાના કારણે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. કંપની અને ઓટો પાર્ટ્સ શોપમાં પણ પાર્ટ મળતા નથી. જેના કારણે કેટલીય રિક્ષાઓના મીટર બંધ હાલતમાં પડ્યા છે. કોરોનાની મહામારી બાદ માંડ ધંધો શરૂ થયો છે તો માત્ર મીટરના પાર્ટ્સ માટે મીટર બંધ હોય છે અને નવું મીટર અંદાજીત 3500 રૂપિયામાં મળતું હોય છે તે સામાન્ય રીતે ઓટોરિક્ષા ચાલક માટે ખૂબ ખર્ચાળ હોઈ તેથી ખરીદી શકતા નથી.