વડોદરા: આવતી કાલે 31 ડિસેમ્બર (31st december vadodara) છે. જેને લઇને અનેક પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યુ છે. આ જ સમયે પોલીસ માટે પણ એક પડકારજનક પરિસ્થિતિ હોય (vadodara police she team ready for women safety) છે. તેવામાં સંસ્કારી નગરી વડોદરાની વાત કરીએ તો વડોદરામાં મહિલાની સુરક્ષા માટે SHE ટીમ હંમેશા તૈયાર હોય (she team ready for women safety in vadodara) છે. ખાસ કરીને કોઇ જાહેર કાર્યક્રમ કે પછી તહેવારના સમયે SHE ટીમની જવાબદારી ખૂબ વધી જતી હોય (she team petroling at vadodara) છે.
SHE ટીમ તૈયાર: આવતી કાલે થનારી 31ની પાર્ટીઓને લઇને મહિલાઓની સુરક્ષા માટે SHE ટીમ તૈયાર છે. મહિલાઓની છેડતી કરતા ટપોરીઓની ખેર નથી. આ માટે વડોદરા SHE ટીમ દ્વારા 31 ડિસેમ્બરને લઇને આગવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. જ્યાં ભીડ-ભાડ વાળી જગ્યા છે ત્યાં થોડી ટીમ ઇ બાઇક પર પેટ્રોલીંગ કરશે. જ્યારે બીજી ટીમ મોટા રૂટ પર બાઇક દ્વારા પેટ્રોલીંગ કરશે. સાથે જે દરેક પોલીસની SHE ટીમની ગાડી પણ પેટ્રોલિંગ કરશે. આટલું જ નહીં ભીડભાડવાળી જગ્યા પર SHE ટીમ સિવીલ ડ્રેસમાં પણ જોવા મળશે. લોકોની વચ્ચે લોકોની સાથે રહીને જ પેટ્રોલીંગ કરશે. જેથી ટપોરીઓની ખેર નથી.
આ પણ વાંચો જૂનાગઢમાં અશાંત ધારો લાગુ કરવા જૈન અગ્રણીઓની માગ, કયા વિસ્તાર માટે માંગ થઇ જૂઓ
મહિલા હેલ્પલાઇન પર સંપર્ક: મહિલાઓને પરેશાન કરતા ટપોરીઓ પર દેખરેખ રાખવા માટે SHE ટીમ સંપૂર્ણ રીતે સજ્જ છે. જ્યારે પણ કોઇ મહિલાને એવુ લાગે તે પોતે અસુરક્ષીત અનુભવી રહી છે ત્યારે SHE ટીમનો હેલ્પલાઇન નંબર છે 7434888100. આ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકે છે. આ સાથે SHE ટીમની એપ્લીકેશન પણ છે. તે ડાઉનલોડ કરીને SHE ટીમનો સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો મોરબી સિરામિક ઉદ્યોગ ફરી બેઠો થયો, વૈશ્વિક સ્તરે 1400 કરોડનું એક્સપોર્ટ
SHE ટીમ સતત કાર્યશીલ: અત્રે ઉલ્લેખનીય છે કે નવરાત્રી જેવા મોટા તહેવારોમાં પણ વડોદરા SHE ટીમ દ્વારા ખાસ આયોજન કરીને મહિલાઓની સુરક્ષાને લઇને ધ્યાન આપવામાં આવ્યુ હતુ. તેવી રીતે આવતી કાલે પણ પોલીસની સાથે SHE ટીમે પણ આગવુ આયોજન કર્યુ છે.ખાસ વડોદરા શહેરની ઉત્કૃષ્ટ કામગીરી માં શી ટીમ હંમેશા આગવી ભૂમિકા ભોગવી છે.