ETV Bharat / state

સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમાંથી થયેલી 4.74 કરોડની મત્તાની ચોરીમાં 2 આરોપીઓ પશ્ચિમ બંગાળથી ઝડપાયા - Vadodara Railway LCB

ગત 8 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા અમદાવાદની અમૃત કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી સોનાના દાગીના, બિસ્કીટ અને ડાયમંડ મળીને કુલ 4.74 કરોડની ચોરીનો ભેદ રેલવે LCBએ ઉકેલ્યો છે અને પશ્ચિમ બંગાળના બે આરોપી પાસેથી 4.65 કરોડનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમાંથી થયેલી 4.74 કરોડની મત્તાની ચોરીમાં 2 આરોપીઓ પશ્ચિમ બંગાળથી ઝડપાયા

author img

By

Published : Apr 22, 2021, 11:01 PM IST

  • સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતા આંગડિયાના કર્મચારીઓ
  • ઉંઘતી વખતે થેલો 4.74 કરોડની મત્તા ભરેલો થેલો તફડાવીને ચોર ફરાર
  • રેલવે LCB દ્વારા 2 આરોપીઓની પ.બંગાળથી કરાઈ ધરપકડ

વડોદરા: અમદાવાદની અમૃત કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારીઓ ગત 8 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની પાસેના થેલામાંથી સોના-ચાંદીના દાગીના, ડાયમંડ, રોકડા તેમજ બિસ્કિટ સહિત 4.75 કરોડની મત્તાની ચોરી તસ્કરો દ્વારા કરવામાં આવી હતી. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમાંથી થયેલી 4.74 કરોડની મત્તાની ચોરીમાં 2 આરોપીઓ પશ્ચિમ બંગાળથી ઝડપાયા

પશ્ચિમ બંગાળથી 2 આરોપીઓ ઝડપાયા

રેલવે LCBને ચોરી સાથે સંકળાયેલા લોકો પશ્ચિમ બંગાળના કેનિંગ સાઉથ 24 પરગણા ખાતે રહેતા હોવાની બાતમી મળતા કેટલાક દિવસોથી વૉચ ગોઠવવામાં આવી હતી. પોલીસે ભારે જહેમત બાદ સ્થાનિક પોલીસની મદદથી બિજન હલદાર અને અશોક સરકાર નામના શખ્સોની ધરપકડ કરી હતી અને 4.65 કરોડના મુદામાલ રિકવર કર્યો હતો. બન્ને આરોપીને પરત લાવવા ટ્રાન્ઝિટ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે, પશ્ચિમ બંગાળની કોર્ટે આરોપીઓને જામીન મુક્ત કરી દેતા તેમને પરત લાવી શકાયા ન હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.