વડોદરા અત્યારના સમયમાં સામાન્ય વાતચીતમાં બાળકો ન કરવાનું કરી બેસે છે. કેટલીક વાર માતાપિતા ઠપકો આપે તો બાળકો આત્મહત્યા સુધીનું પગલું ભરી લેતા હોય છે. તો કેટલાક બાળકો ઘરે જાણ કર્યા વગર ઘરેથી ભાગી જાય છે. આવી જ એક ઘટના બની છે વડોદરામાં. અહીં 17 વર્ષીય બાળકી પિતા સાથે ઝઘડો થતાં ઘર છોડીને ભાગી (Abhyam rescued girl in Vadodara) ગઈ હતી. ત્યારે 181 મહિલા હેલ્પલાઈન અભયમે્ બાળકીનું (181 Women Helpline Abhyam) રેસ્ક્યૂ કર્યું હતું.
પિતા સાથે ઝઘડો થતા બાળકી ઘરેથી જતી રહી શહેરના છાણી સમા રોડ વિસ્તારમાંથી (sama road vadodara) અભયમને કોલ (181 Women Helpline Abhyam) મળ્યો હતો કે, એક 17 વર્ષની દીકરી રોડ (sama road vadodara ) પર બેસીને રડી રહી છે. તો અભયમ્ મહિલા હેલ્પલાઇનની મદદની (181 Women Helpline Abhyam) જરૂર છે. એટલે ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે બાળકી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, તેની ઉંમર 17 વર્ષની છે અને પિતા સાથે ઝઘડો થતા તે ઘરેથી નીકળી ગઈ હતી.
નોકરીના પગાર માટે ઘર છોડ્યું અભયમને બાળકીએ જણાવ્યું હતું કે, તે માતાપિતાની મદદ કરવા માટે કપડાંની દુકાનમાં નોકરી કરતી હતી. અને તે ધોરણ 10માં અભ્યાસ કરે છે. દિવાળીના તેહવારમાં તેઓ ગામડે ગયા હતા અને ત્યાંથી આવ્યા ત્યારે તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા અને તેમનો 2 મહિનાનો પગાર પણ આપ્યો ન હતો. તેમના પિતાના સમજાવવાથી તે દીકરી વારંવાર પગાર લેવા જતી હતી, પરંતુ તેમનો શેઠ તેમને પગાર આપતો નહતો. તો 2 દિવસ પેહલા બાળકીને (Abhyam rescued girl in Vadodara) તેમના પિતાએ પગાર લઈ આવવા માટે જણાવતા તે ફરી ત્યાં ગઈ હતી, પરંતુ તેના શેઠે પગાર ન આપતા બાળકી ઘરે ન ગઈ ને સમા છાણી રોડ (sama road vadodara) પર બેસીને રડવા લાગી હતી.
આખરે અભયમે બાળકીને માતાપિતાને સોંપી દરમ્યાન ઘર નજીક જ્યાં તેમના માતાપિતા મજૂરી કામ કરતા ત્યાં બીજા બધા મજૂરો સાથે હતા અને બીજા દિવસે આખો દિવસ ઘરની બહાર જ રહી હતી. અભયમ્ ટીમ ત્યાં પહોંચી (181 Women Helpline Abhyam) ત્યારે ત્યાંથી તેમના પિતા પસાર થયા હતા. તે પણ તેમની બાળકીની (Abhyam rescued girl in Vadodara) શોધખોળ કરતા હતા. ત્યારબાદ અભયમની (181 Women Helpline Abhyam) ટીમે પિતા અને બાળકીને સમજાવી હતી. સાથે જ ઘરેથી ન નીકળવાની સલાહ આપી હતી. આમ, માતાપિતાને તેમની બાળકી હેમખેમ મળી ગઈ હતી. સાથે જ તેમણે હેલ્પલાઈનનો આભાર વ્યક્ત કર્યો હતો.