- મોબાઈલ તરફ વધારે એડિક્ટ થતા માતાએ આપ્યો ઠપકો મારતા
- કિશોરી ઘર છોડી ભાગી
- માતાએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ ગુમ
ગોત્રી વિસ્તારમાં લાલબત્તી સમાન કિસ્સો
વડોદરાઃ વડોદરાની શી ટીમે આ કેસમાં આગળ ની શોધખોળ કરી હતી. કોરોના કાળમાં લોકડાઉન થયા બાદ સ્કૂલોમાં છેલ્લા દસ મહિના થી મોબાઈલના માધ્યમથી ક્લાસો લેવાતા. આ દસ મહિનામાં ઓનલાઇન વર્ચ્યુઅલ ક્લાસે દસમા અને બારમા માં ભણતા છોકરાઓ માટે તેમના માતાપિતાએ અલગથી ફોન લેવો પડયો હતો. જેમાં વડોદરાના ગોત્રી વિસ્તારમાં લાલબત્તી સમાન એક કિસ્સો બન્યો. દસમા ધોરણની છોકરીને મોબાઇલની લત લાગતા તેની જન્મ આપનાર માઁએ ઠપકો આપ્યો આ વાતનું ખોટી માની છોકરીએ 19 ફેબ્રુઆરીના ઘર છોડીને જતી રહી.
"શી ટીમ"એ શોધખોળ હાથ ધરી હતી
વડોદરાથી ગોત્રી વિસ્તારમાં રહેતી દસમા ધોરણની ભણતર લેતી છોકરી માટે એની માતા એ ફોન અપાયો હતો. ફોન તરફ એના વળગણ વધી રહ્યું હતું. જોકે, સવારે સાંજ સ્કૂલ અને ટ્યુશના ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી શિક્ષણ લેતી હોવાથી. ત્યારબાદ કિશોરી મોબાઈલનો વધુ ઉપયોગ કરતા અને તેના તરફ વળગણ વધતા તેના માતાએ છોકરી ને ઠપકો આપ્યો હતો. તે વાતને ગંભીરતાથી લઇ છોકરી ઘર છોડી ભાગી ગઈ હતી. ઘણા સમયથી ઘરે પાછા ન આવવાથી તેની માતાએ શોધખોળ શરૂ કરી હતી. આખરે કંટાળી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં તેની પુત્રી ગૂમ થયેલ છે તેવી ફરિયાદ નોંધાવી હતી ત્યારે વડોદરામાં નવી બનેલી "શી ટીમ"એ શોધખોળ હાથ ધરી હતી. વડોદરા શહેરમાં શોધખોળ શરૂ કરી હતી. પુત્રીનો ફોટો વડોદરા પોલીસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન પોલીસ સ્ટાફને અપાયો હતો.
યુવાનોમાં વધી રહ્યું છે મોબાઈલ એડિક્શન
આજકાલ મોબાઈલને લઈને યુવાનોમાં એડિકસન વધી રહ્યું છે. ત્યારે વડોદરાનો કિસ્સો લાલબત્તી સમાન કહેવાય. ભારત દેશનું સર્વે પ્રમાણે વાલીઓમાં 60% ગણિત કહે છે કે તેમનાં સંતાનોના મોબાઈલને લઇને એડિક્સન વધુ ચિંતિત છે. વડોદરા ગોત્રી વિસ્તારમાં આવેલ જમીન કોર્ટમાં સગીરા તેના માતા અને બહેન સાથે રહે છે. કોરોના સમયે ઓનલાઈન ક્લાસમાં ભણતર માટે ફોન આપ્યો હતો. તેનું વ્યસન લગતા અભ્યાસ કર્યા બાદ પણ તેનો વધુ ઉપયોગ કરતી હતી. પોલીસે આ બાબતમાં ગંભીર નોંધ લેતા શી ટીમને કામ સોંપ્યું હતું. આખરે વડોદરા રેલવે સ્ટેશન પાસે પ્લેટફોર્મ પર આ છોકરી બેસેલી જોવા મળી હતી. તેથી અલગ-અલગ તેના ફોટા આપ્યા પ્રમાણે વડોદરા રેલવે પોલીસ દ્વારા પાછી લઈ આવવામાં સફળ રહી હતી. ત્યારબાદ તેનું કાઉન્સેલિંગ કરી તેના પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી.