વડોદરાઃ જિલ્લાના પાદરા તાલુકામાં બે 108 એમ્બ્યુલન્સ લોકોની સેવામાં કાર્યરત છે. બે એમ્બ્યુલન્સ પૈકી એક એમ્બ્યુલન્સમાં પાદરામાં રહેતા રિધ્ધીબહેન હિતેષભાઇ ચાવડા ઇ.એમ.ટી. તરીકે ફરજ બજાવે છે. રિધ્ધીબહેન ચાવડાએ પાંચ માસ પૂર્વે બાળકને જન્મ આપ્યો હતો. જેનું નામ વિવાન છે. હાલ વિવાન પાંચ માસનો હોવા છતાં રિધ્ધીબહેન પોતાના પાંચ માસના બાળકની સાથે ઘરે રહેવાના બદલે કોરોના વાઇરસની મહામારીમાં લોકોની સેવામાં જોડાયા છે.
પાદરામાં 108માં EMT તરીકે ફરજ બજાવતી મહિલા તેના પાંચ માસના બાળકને ઘરે મુકીને બજાવી રહી છે ફરજ - leaving her five-month-old baby at home
કોરોના વાઇરસની મહામારીમાં દેશની સેવા માટે અનેક સરકારી-અર્ધસરકારી કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. ત્યારે પાદરામાં 108માં ઇ.એમ.ટી. તરીકે ફરજ બજાવી રહેલા રિધ્ધીબહેન ચાવડા પોતાના પાંચ માસના બાળકને માતા-પિતા પાસે મુકીને ફરજ બજાવી રહ્યા છે. પિતા દિવસ દરમિયાન 108નું જ્યાં લોકેશન હોય, ત્યાં બાળકને માતા પાસે લઇ જાય છે અને તેને ફિડિંગ કરાવે છે.
108માં EMT તરીકે ફરજ બજાવતી મહિલા