- વલસાડ જિલ્લામાં ગુરૂવારે વધુ 14 પોઝિટિવ કેસ સામે આવ્યા
- 11 લોકો કોરોનાથી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
વલસાડઃ જિલ્લામાં ગુરૂવારે કોરોનાના 14 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 2 લોકોના મોત થયા છે. જ્યારે 11 લોકો સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ વલસાડ જિલ્લાનો કોરોનાનો આંકડો 841 ઉપર પહોંચ્યો છે. હાલમાં 152 લોકો કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.
વલસાડ જિલ્લામાં ગુરૂવારે વધુ 14 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જ્યારે બે લોકોના મોત થયા છે. 11 લોકો સ્વસ્થ થઇ જતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નોંધાયેલા 14 કેસોમાં વલસાડ તાલુકાના પાંચ, પારડી તાલુકાના 3, વાપીના ચાર અને ઉમરગામમાં બે કેસનો સમાવેશ થાય છે. જેમાં નવ પુરુષ અને પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે. બે લોકોના કોરોનાથી મોત થયા છે. બંને લોકો વાપીની જનસેવા હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા હતા.
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 9827 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 8986 જેટલા કેસ નેગેટિવ આવ્યા છે, જ્યારે 841 જેટલા કેસ પોઝિટિવ આવ્યા છે. હાલમાં 152 જેટલા લોકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે. જિલ્લામાં 600 જેટલા લોકોએ કોરોનાને માત આપી છે. જેઓ સ્વસ્થ થઇ જતા હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.
વલસાડ જિલ્લામાં કુલ 375 જેટલા લોકોને વિવિધ જગ્યાઓ પર ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાં 205 લોકો પોતાના ઘરમાં જ કવોરેન્ટાઈન થયા છે, જ્યારે 72 લોકોને સરકારી ફેસેલીટીમાં ક્વોરેન્ટાઇન કરાયા છે.