સુરતઃ સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા નવાગામના 90 વર્ષની વયોવૃદ્વ હિંમતરાવ એકનાથ પાટીલે 8 દિવસમાં જ કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે. તેમના પરિવારજનો સાથે સ્મીમેર હોસ્પિટલ અને INS હોસ્પિટલ, ખટોદરાના તબીબોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો હતો.
31જુલાઈએ કોરોના સંક્રમિત થયેલા આ વડીલ કોરોના સામેની લડાઈને જીતવામાં સફળ રહ્યા તેનું શ્રેય તેઓ સ્મીમેરના તબીબી સ્ટાફને આપે છે. હિંમતરાવ મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના વતની છે. સુરતને કર્મભુમિ બનાવી છે. તેઓ જણાવે છે કે, સ્મીમેરમાં દાખલ થયાં ત્યારે શ્વાસ લેવામાં સમસ્યા હતી. જેથી ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યાં હતા. સ્મીમેરની કોવિડ હોસ્પિટલના તબીબી સ્ટાફની ઉત્તમ સારવાર થકી ત્રણ દિવસમાં તંદુરસ્તીમાં સુધારો આવ્યો હતો. તેમને રાજ્ય સરકારની યોજના હેઠળ સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા ખટોદરા બી.આર.ટી.એસ. કેનાલ રોડ પર આવેલી આઈએનએસ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.. ત્યાં ચાર દિવસની સારવાર કરી રજા આપવામાં આવી હતી.
હિંમતરાવ વધુમાં જણાવે છે કે, મારી ઉંમર હોવાના કારણે ડોક્ટરો અને સ્ટાફ મારી વિશેષ કાળજી રાખતા હતા. સ્મીમેર હોસ્પિટલના ડોકટરો, સ્ટાફની હુંફ, હિંમત અને સારવારના પરિણામે સ્વસ્થ થયો છું. તબિયતમાં સુધારો આવતા સ્મીમેર હોસ્પિટલ દ્વારા ખાનગી હોસ્પિટલમાં શીફટ કરવામાં આવ્યો. સારવારનો તમામ ખર્ચ સુરત મહાનગરપાલિકાએ ઉઠાવ્યો છે. જેના કારણે મારા પરિવાર પર આર્થિક બોજ પડ્યો નથી. અમે મનપા અને રાજ્ય સરકારના આભારી છીએ.
હિમતરાવના પુત્ર વસંતરાવ પાટીલે જણાવ્યું કે, ‘કોરોનાથી મોટી સંખ્યામાં દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યાં છે. એના મૂળમાં સ્મીમેર અને નવી સિવિલના તબીબો છે. હોસ્પિટલમાં સારામાં સારી સારવાર મળે છે. ડોકટરો ભગવાનની ભૂમિકા ભજવી રહ્યા છે. એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. કારણ કે, મારા પિતાજીને ડોકટરોની ઉમદા સારવારના કારણે કોરોનાથી મુક્તિ મળી છે.
કોરોનાની મહામારી સામે આખો દેશ ઝઝુમી રહ્યો છે. આવી વિકટ પરિસ્થિતીમાં વયોવૃદ્ધ વડીલોની ખાસ કાળજી લેવી જરૂરી છે. કારણ કે, વડીલો માટે કોરોના સંક્રમણ જોખમી સાબિત થયું છે. આવા સંજોગોમાં સુરતની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના તબીબોની ઉમદા સારવારના કારણે શહેરના ઘણાં વડીલો કોરોનાને હરાવી સંપૂર્ણ સ્વસ્થ થઈને પોતાના ઘર પરિવારમાં હેમખેમ પરત ફર્યા છે.
ઉધનાના 90 વર્ષના વયોવૃદ્ધ હિંમતરાવ 8 દિવસમાં કોરોનાથી સ્વસ્થ થયા - INS હોસ્પિટલ
સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા નવાગામના 90 વર્ષના વયોવૃદ્વ હિંમતરાવ એકનાથ પાટીલે 8 દિવસમાં જ કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે. તેમના પરિવારજનો સાથે સ્મીમેર હોસ્પિટલ અને INS હોસ્પિટલ, ખટોદરાના તબીબોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો હતો.