સુરતમાં તોકતે વાવાઝોડાંની અસર જોવા મળી
ફાયર વિભાગને સતત કોલ આવ્યા
અનેક વિસ્તારોમાં વૃક્ષો થયા ધરાશાયી
સુરત શહેરમાં રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે રાતે જે સમય દરમિયાન તોકતે વાવાજોડું શહેરમાં ત્રાટકયું તે સમયથી જ સુરત ફાયર વિભાગને શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વૃક્ષ ધરાશાયી થયાં સતત કોલ મળી રહ્યા છે. આજે સવાર સુધીમાં ફાયર વિભાગને કુલ 29 જેટલા કોલ મળ્યા હતા. અને 22 જેટલા કોલ પેંડિંગ હતા પરંતુ ત્યારબાદ પણ વાવાઝોડાની અસરને કારણે ભારે પવન સાથે સતત વરસાદ વરસી રહ્યો હતો. તે સમય પણ શહેરમાં કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા હતા.
સુરત ફાયર વિભાગને સાંજે 5:00 વાગ્યાં સુધીમાં 186 જેટલા કોલ મળ્યા છે.
સવારથી જ શહેરમાં ભારે પવન સાથે સતત વરસાદ વરસી રહ્યો હતો. જેને પગલે સમગ્ર સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયના ફાયર વિભાગને કોલ મળ્યા હતા. જો કે સાંજે 5:00 વાગ્યાં સુધીમાં ફાયર વિભાગને કુલ 146 જેટલા કોલ મળ્યા છે.અને હજી પણ સુરત ફાયર વિભાગને વૃક્ષો ધરાશાયી થવાના કોલ આવી રહ્યા છે.
સુરત ફાયર વિભાગના ઓફિસરે કરી વાતચીત
સુરત ફાયર વિભાગના ઓફિસર ડી.એચ. મખિજાની સાહેબ દ્વારા ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું કે ગઈકાલ રાતથી જ શહેર ફાયર વિભાગને ઝાડ ધરાશયી થયા હોય એવા સતત કોલ આવી રહ્યા છે. જોકે આજે સવારે 7.00 વાગ્યાં સુધીમાં શહેર ફાયર વિભાગને કુલ 29 કોલ આવ્યા હતા અને 22 જેટલા કોલ પેન્ડિંગ હતા. ત્યારબાદ તૌકતે વાવાજોડુંના અસરના કારણે સમગ્ર શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો. તે દરમિયાન પણ ફાયર વિભાગને અનેક વિસ્તારોમાંથી આજે સાંજે 5.00 વાગ્યાં સુધીમાં ફાયર વિભાગને કુલ 186 જેટલા કોલ માળિયા છે.અને હાલ 40 જેટલા કોલ પેન્ડિંગ છે. અને હજી પણ કોલ આવી રહ્યા છે.-