ETV Bharat / state

ડાંગના શામગહાન ગ્રામ પંચાયતના 2 ગામડાઓમાં નેટવર્ક સમસ્યા બાબતે કલેક્ટરને રજૂઆત - ઇમરજન્સી સેવાઓ

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના શામગહાન ગ્રૂપ ગ્રામ પંચાયતના ભાપખલ અને રાનપાડા ગામે લોકો નેટવર્ક સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આધુનિક યુગની 21મી સદીમાં પણ લોકો નેટવર્ક સમસ્યાથી ઇમરજન્સી સેવાઓ અને ઓનલાઈન શિક્ષણથી વંચિત છે. શામગહાન ગામના સરપંચ, ઉપસરપંચ, તાલુકા સદસ્ય સહિત અન્ય ગ્રામજનોએ ડાંગ કલેક્ટર એન.કે.ડામોરને રજૂઆત કરી હતી.

ડાંગના શામગહાન ગ્રામ પંચાયતના 2 ગામડાઓમાં નેટવર્ક સમસ્યા બાબતે કલેક્ટરને રજૂઆત

author img

By

Published : Aug 6, 2020, 4:54 PM IST

ડાંગઃ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ શામગહાન ગ્રૂપ ગ્રામ પંચાયતના ભાપખલ અને રાનપાડા ગામે નેટવર્ક સમસ્યા બાબતે ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી હતી. આ ગામમાં પંચાયતના કામો માટે એક કિલોમીટર દૂર ડુંગર ઉપર જવું પડે છે. જ્યારે ઇમરજન્સી સેવાઓ અને ઓનલાઈન શિક્ષણથી અહીંના લોકો વંચિત છે.

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના શામગહાન ગ્રૂપ ગ્રામ પંચાયતના ભાપખલ અને રાનપાડા ગામે લોકો નેટવર્ક સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આધુનિક યુગની 21મી સદીમાં પણ લોકો નેટવર્ક સમસ્યાથી ઇમરજન્સી સેવાઓ અને ઓનલાઈન શિક્ષણથી વંચિત છે. શામગહાન ગામના સરપંચ, ઉપસરપંચ, તાલુકા સદસ્ય સહિત અન્ય ગ્રામજનોએ ડાંગ કલેક્ટર એન.કે.ડામોરને રજૂઆત કરી હતી.

કલેક્ટરને રજૂઆત કરતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ભાપખલ અને રાનપાડા ગામે કોઈપણ નેટવર્કની સુવિધા ન હોવાના કારણે બન્ને ગામનાં લોકોને કપરી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બન્ને ગામની કુલ વસ્તી 1715 જેટલી છે. પ્રાથમિક જરૂરિયાત સમાન નેટવર્ક સમસ્યાને કારણે આ ગામડાઓમાં સસ્તા અનાજની કૂપનો કાઠવા માટે ડુંગર ઉપર જવું પડે છે. પંચાયતનું કામ 1 કિલોમીટર દૂર ડુંગર ઉપર કરવું પડે છે. જેમાં વડીલોને ખાસ તકલીફો પડતી હોય છે.

તેમજ શાળાઓ દ્વારા આપવામાં આવતું ઓનલાઈન શિક્ષણ વગેરેનો અહીં બાળકો લાભ લઇ શકતાં નથી. અહીં લોકોને સામાન્ય ફોન કોલ માટે ડુંગર ઉપર જવું પડતું હોય છે. નેટવર્ક સમસ્યાને કારણે શિક્ષકોને ઓનલાઈન હાજરી પુરવા માટે 7 કિલોમીટર દૂર શામગહાન જવું પડતું હોય છે. નેટવર્ક સમસ્યાથી આ ગામના ખેડૂતો પણ ઓનલાઈન ફોર્મ કે યોજનાઓ વગેરેનો લાભ લઇ શકતા નથી.

નેટવર્ક સમસ્યા આ ગામનાં લોકો માટે મસમોટી સમસ્યા છે. જે બાબતે આજરોજ તાલુકા સદસ્ય દેવરામભાઈ, સરપંચ લલિતાબેન, શામગહાન ગ્રામ પંચાયતના માજી સભ્ય ગોપાળભાઈ તથા યુવા આગેવાન ઈશ્વરભાઈ બંગાળ સાથે ગ્રામજનોએ નેટવર્ક સમસ્યા હલ કરવા બાબતે કલેક્ટરને અરજી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.