ETV Bharat / state

સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસ-પાટણના સામુહિક આરોગ્ય કેન્દ્રને ઓક્સીજન પ્લાન્ટ માટે રૂ. 50 લાખનું અનુદાન - Corona virus cases of gir Somnath

સોમનાથ ટ્રસ્ટ કોરોના મહામારીની આ પરિસ્થિતિમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસ-પાટણ ખાતે આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રને ઓક્સીજન પ્લાન્ટ માટે રૂ. 50 લાખના અનુદાનની જાહેરાત કરવામાં આવી છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસ-પાટણના સામુહિક આરોગ્ય કેન્દ્રને ઓક્સીજન પ્લાન્ટ માટે રૂ. 50 લાખનું અનુદાન

author img

By

Published : May 5, 2021, 10:31 PM IST

સોમનાથ ટ્રસ્ટ દ્વારા લીલાવતી ગેસ્ટહાઉસના 72 રૂમ કોવીડ કેર સેન્ટર માટે વહીવટી તંત્રને અપાયા

કોરોના દર્દીઓની સારવારની ઉત્તમ સુવિધા માટે આપ્યું અનુદાન

સરકારી તંત્રની સાથે ધાર્મીક અને સામાજીક સંસ્થાઓ ખંભેખભા મીલાવીને કરે છે સેવા

ગીર-સોમનાથ: હાલ કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સંવેદનશીલતા સાથે કામગીરી કરી રહી છે. ગીર-સોમનાથ જિલ્લામાં દર્દીઓને ઉત્તમ સારવાર મળે અને બેડ, ઓક્સીજનની સુવિધામાં વધારો કરવા જિલ્લા કલેક્ટર અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ ઝુંબેશરૂપી કામગીરી કરી રહ્યો છે. ત્યારે સરકારી તંત્રની સાથે ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ પણ આગળ આવી ખંભેખભા મીલાવીને કોરોના દર્દીઓની સેવા માટે આગળ આવી રહી છે.

કોવીડ કેર સેન્ટર, ટિફિન સેવા સહિત અનેક પ્રવૃત્તિ

સોમનાથ ટ્રસ્ટ હંમેશા સેવાકીય પ્રવૃતિમાં અગ્રીમસ્થાને હોય છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લહેરી અને તેમની ટીમના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સતત સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા રહે છે અને મુશ્કેલી સમયમાં લોકોને મદદરૂપ થવા તત્પર રહે છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસ-પાટણ સામુહિક આરોગ્ય કેન્દ્રને ઓક્સીજન પ્લાન્ટ માટે રૂ. 50 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. આ પ્લાન્ટ આરોગ્ય વિભાગને કોરોના દર્દીઓની સારવાર માટે ખુબ જ ઉપયોગી નીવડશે. વેરાવળ શહેર તથા આસપાસના ગામડાઓના લોકોને કોરોના સારવાર માટે ઓક્સીજનની જરૂરીયાત સમયે આ પ્લાન્ટના માધ્યમથી સરળતાથી ઓક્સીજન મળી શકશે. ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ દ્વારા લીલાવતી ગેસ્ટહાઉસના 72 રૂમ કોવીડ કેર સેન્ટર માટે વહીવટી તંત્રને આપવામાં આવ્યા છે. દરરોજ 200થી વધુ કોરોના પોઝીટીવ હોય અને હોમ આઇસોલેશનમાં હોય તેવા વ્યક્તિઓને ટીફીન મારફતે ભોજન પહોચાડવામાં આવે છે. કોરોના સામેની લડાઇમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપતો લોકહીત સહકાર ખરેખર પ્રશંસનીય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર ખુબ ઘાતક નીવડી રહી છે. ત્યારે ઓક્સજન, વેલ્ટીનેટર, દવાઓ સહિતની સુવિધાઓ ઉભી કરવા રાજ્ય સરકાર રાત-દિવસ પ્રયત્નશીલ છે. ત્યારે આવી ધાર્મીક/સામાજિક સંસ્થાઓ આગળ આવી સરકારની સાથે ખંભેથીખંભા મીલીવીને સેવા આપે તો કોરોનાને નાબુદ કરવાના આ અભિયાનને ટુંકાગાળામાં સાર્થક કરી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.