"તોકતે" વાવાઝોડાના પગલે ઘોઘા બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું
ગુજરાતના દરિયાકિનારા પર "તોકતે" વાવાઝોડું ટકરાવાની સંભાવના
ઘોઘા બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવી માછીમારો અને કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરાયા
ભાવનગર : હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે કે, આગામી 16મી મે સુધીમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેસર સીસ્ટમનાં કારણે "તૌકતે" નામનું વાવાઝોડું સક્રિય થવાની સંભાવનાઓને લઈને ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકિનારાના વિસ્તારોને અસર કરવાની સંભાવનાને લઈને ભાવનગર જિલ્લાના ઘોઘા બંદર ખાતે સંભવિત વાવાઝોડાના પગલે એક નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયો નહિ ખેડવા જવા સૂચના આપવામાં આવી.
ઘોઘા બંદરે લાગ્યું 1 નંબરનું સિગ્નલ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે સર્જાયેલ સ્થિતિને લઈને 16મી મે સુધીમાં અરબી સમુદ્રમાં "તૌકતે" વાવાઝોડું નામનું વાવાઝોડું ત્રાટકવાની સંભાવના જોવા મળી રહી છે.જે વાવાઝોડુ ગુજરાત અને સૌરાષ્ટ્ર નાં કેટલાક વિસ્તારોને અસર કરતુ હોય જેને લઈને તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ભાવનગર જીલ્લાના ઘોઘા બંદર ખાતે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.આ ઉપરાંત તંત્ર દ્વારા દરિયાકાંઠે વસતા લોકોને વાવાઝોડાના પગલે એલર્ટ રહેવા તેમજ માછીમારોને દરિયામાં માછીમારી નહિ કરવા સૂચનાઓ આપવામાં આવી રહી છે.