- ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ રાશન કીટનું કર્યું વિતરણ
- 600 કુટુંબોને રાશન કીટના વિતરણની યોજના
- સેવાકીય કામોમાં રિવાબા અગ્રેસર
જામનગર: હાલની કોરોના મહામારી તથા તૌકતે વાવાઝોડાની કપરી પરિસ્થિતિમાં ઘણા પરિવારો માટે જીવન નિર્વાહ કરવું કઠિન થયું છે. અનેક લોકો તો ભોજનની વ્યવસ્થા પણ કરી શકતા નથી. આથી આવા વિવિધ સમાજના જરુરિયાતમંદ કુલ- 600 કુટુંબોને રાશનની કિટનું વિતરણ કરવાનું નક્કી કર્યું છે જે પૈકી કુલ 200 કિટ તૈયાર થઈ ગઈ છે, જેનું વિતરણ કરવામાં આવ્યું છે.
600 રાશન કીટ તૈયાર કરવામાં આવી
હાલ કોરોનાની મહામારી અને વાવાઝોડાના સંકટ વચ્ચે લોકોને જીવન નિર્વાહ કરવું કઠિન બન્યો છે ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા આગળ આવ્યા છે અને ગરીબ કુટુંબો માટે 600 જેટલી કીટ તૈયાર કરવામાં આવી છે. રાજ્યમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ખાસ કરીને નાના અને મધ્યમ પરિવારના લોકોના તમામ પ્રકારના કામ ધંધો બંધ છે જેના કારણે લોકોની આર્થિક સ્થિતિ પણ કફોડી બની છે.
કોરોના કાળમાં લોકો આર્થિક સંકડામણનો કરી રહ્યા છે સામનો
કોરોનાના વધતા કેસને લઈ રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન લાદવામાં આવ્યું છે જેના કારણે લોકો બેરોજગાર બન્યા છે. તેવા સમયે ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રિવાબાએ રાશન કીટ વિતરણ કરવાની જાહેરાત કરી છે.