કોરોના બાદ વડોદરામાં મ્યુકોરમાઇકોસીસના વધ્યા કેસ
SSG હોસ્પીટલમાં અલગ વોર્ડ સાથે ડોક્ટરોની ટીમની નિમણૂક
એક દર્દીનું થયું મોત
વડોદરાઃ શહેરમાં કોરોના મહામારી બાદ હવે મ્યુકોરમાઇકોસીસના દર્દીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આથી આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે તેમજ રાજ્યભરમાં 500 થી વધુ કેસો નોંધાયા હોવાનું ધ્યાને આવ્યું છે.
તંત્ર દ્વારા કેસમાં વધારો થતા મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી SSG હોસ્પિટલની અંદર એક નવો વોર્ડ ઉભોકરવામાં આવ્યો છે કે મ્યુકોરમાઇકોસીસના લક્ષણો દેખાતા દર્દીઓને ત્યાં સારવાર ચાલુ કરી દેવામાં આવી છે. જેમાં નવ જેટલા તબીબોની નિમણૂક કરવામાં આવ્યું છે ટાસ્ક ફોર્સ તૈયાર કરવામાં આવી છે. જેનું નિયંત્રણ ડોક્ટર રુપલ દોશી કરી રહ્યા છે. ટાસ્ક દ્વારા સારવાર સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મ્યુકોરમાઇકોસીસના એક દર્દીનું મોત પણ નિપજ્યું છે.
મ્યુકોરમાઇકોસીસના લક્ષણો શું છે.
કોરોના સારવાર લીધા બાદ ઘરે ગયા પછી અનેક દર્દીઓને મ્યુકોરમાઇકોસીસનો ભોગ બનવાનો વારો આવે છે.અત્યાર સુધી અલગ અલગ વોર્ડમાં દર્દીને ઇન્ફેક્શન અને ફંગસની સારવાર આપવામાં આવી રહી છે. હવે એક જ વારમાં બધા દર્દીઓને કરવામાં આવી રહ્યા છે જેથી એક જ સ્થળે બધા દર્દીઓને સારવાર આપી શકાય. મ્યુકોરમાઇકોસીસ વૉર્ડમાં પ્લાસ્ટિક સર્જન,ઇએન્ટી સર્જન, માઇક્રોબાયોલોજીસ્ટ યોપથેલોજીસ્ટ, પેથોલોજીસ્ટની ટીમ બનાવી દર્દીઓ ને સારવાર આપી રહ્યા છે. સયાજી હોસ્પિટલમાં અલગ અલગ વોર્ડમાં થી 50 થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. કોરોના કામગીરીમાં એડવાઇઝર તરીકે ડોકટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી નહોતી ત્યારે ડાયાબિટીસના દર્દીઓમાં જોવા મળતો હતો પરંતુ હવે કોરોના ના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેઓ દર્દીઓને સ્ટીરોઇડ તેમજ તેસિલિઝુમેબ ઈન્જેકશન આપવા પડતા હોય છે તેને કારણે દર્દીઓ પોતાના ઘરે પહોંચે છે ત્યારબાદ તેને મ્યુકોરમાઇકોસીસ રોગના લક્ષણો દેખાતા હોય છે. જેથી આ રોગ થતો હોવાની શક્યતા રહેલી છે. મ્યુકોરમાઇકોસીસના રોગ અંગે ડો શીતલ મિસ્ત્રી એ જણાવ્યું હતું કે ઓક્સિજન ફલોમીટર સાથે હયુનિટીફાયર બોટલમાં કે સાદું પાણી ભરવામાં આવે છે તેના બદલે ને સ્ટરિલાઇઝ વોટર ભરવું અથવા ગાય ઓક્સિજન આપવો જોઈએ તેમજ જે દવાખાનામાં નેગેટિવ પ્રેશરવાળા એરકન્ડિશન આઉટ ડોર યુનિટ જમીનથી ઉંચાઈ પર રાખવા જોઈએ.