ETV Bharat / state

ધારીથી નીકળેલી સિંહણ અને તેનું બચ્ચું ચોટીલાથી મળ્યું - lion and his baby found in chotila

ગાંધીનગર: સિંહોની ઘટતી સંખ્યાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરાયા હતાં. પરીણામે સિંહની સંખ્યામાં વધારો નોંધાયો છે. તો બીજી તરફ જંગલનું પ્રમાણ ઘટી રહ્યું છે. જેના કારણે સિંહો રહેણાંક વિસ્તારોમાં જોવા મળી રહ્યાં છે. સોમવારે ચોટીલામાં 3 વર્ષીય સિંહનું બચ્ચું જોવા મળ્યું હતું. આ સિવાય પણ જંગલી પ્રાણીઓ રસ્તાઓમાં જોવા મળી રહ્યાં છે. જેથી વનવિભાગની ચિંતામાં વધારો થયો છે.

ધારીથી નીકળેલી સિંહણ અને તેનું બચ્ચું ચોટીલાથી મળ્યું
author img

By

Published : Nov 19, 2019, 5:31 PM IST

સિંહ સંરક્ષણ માટે 5 રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી રહી છે. સમયાતંરે સિંહોની સંખ્યામાં પણ વધારો થયો છે. જે આનંદની વાત તો છે. સાથે સાથે ચિંતાનો વિષય પણ છે. કારણ કે, હાલ, સિંહોની સરખાણીએ જંગલ વિસ્તાર ઓછો પડી રહ્યો છે. જેથી અવાર નવાર જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં હોવાના અહેવાલ સામે આવતાં રહે છે. સોમવારે જ ચોટીલા પંથકના ધારી બાબરા પંથકમાં સિંહનું 3 વર્ષનું બચ્ચું જોવા મળ્યું હતું.

ધારીથી નીકળેલી સિંહણ અને તેનું બચ્ચું ચોટીલાથી મળ્યું

આ અંગે વાત કરતાં દુષ્યંત વસાવડાએ જણાવ્યું હતું કે, " સિંહની સંખ્યાની સરખાણીએ જંગલ વિસ્તાર ઘટી રહ્યો છે. જેથી સિંહો રહેણાંક વિસ્તારમાં જોવા મળી રહ્યાં છે. ધારીમાં 2 સિંહોની હોવાની માહિતી મળી હતી. સિંહણે ગત રાત્રી દરમિયાન બે વાછરડા અને એક પાડાનું મારણ કર્યુ હતું. આ ઘટના વન વિભાગને ધ્યાનમાં આવતા વન વિભાગે 4 ટીમ બનાવી છે. જેમાં 25 કર્મચારીઓએ સિંહણ અને ડાલામથ્થાનું ટ્રેકિંગ શરૂ કર્યુ છે. ચોટીલા પંથકમાં પ્રવેશ કરનાર સિંહ અને ડાલમથ્થાન ચોબારી- રામપરાથી ઢેઢૂકી વચ્ચેના 15 KMમાં ટ્રેક થયું હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે."

ઉલ્લેખનીય છે કે, ધારી પંથકમાં 6 દિવસ પહેલા સિંહણ જોવા મળી હતી. આ બચ્ચું પણ પોતાના ઝુંડથી અલગ પડી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ વનવિભાગને થતાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવાયા હતાં.

Intro:Approveds by panachal sir

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા સિંહોની વસ્તી વધારવા માટે ભૂતકાળમાં અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે. જ્યારે વર્તમાન સમયમાં પણ સિંહોના સરક્ષણમાં પ રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ફાળવણી કરે છે ત્યારે હવે સિંહોની સંખ્યામાં પણ વધારો જોવા માલી રહ્યો છે. સિંહ ની સંખ્યા વધવાને કારણે જંગલ નો વિસ્તારમાં ઘટાડો થયો છે જેથી સીમહ અને દીપડા જેવા ખતરનાક વન્ય જીવો શહેરી વિસ્તારમાં આવતા જાય છે તેવી જ ઘટના ગઈ કાલે બની જેમાં ધારી બાબરા પંથકના એક સિંહણ અને એક સિંહ નું 3 વર્ષની વય નું બચ્ચું ચોટીલા પંથકમાં જોવા મળ્યા છે.
Body:આ બાબતે ગુજરાતના ફોરેસ્ટ અધિકારી દુષ્યંત વસાવડાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કરેલા પ્રયત્નો ના આધારે હવે સિંહની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. જેને કારણે સિંહો જંગલ છોડીને માનવ વસવાટ વિસ્તારમાં પ્રવેશ મેળવી રહ્યા છે. જ્યારે ચોટીલા પંથકમાં મળી આવેલ 2 સિંહો ધારી ના જંગલમાંથી આવ્યા હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. ધારી ના જંગલથી બાબરા થઈને ચોટિલામાં પંથકમાં પ્રવેશ કર્યો હતો. જેમાં સિંહણે ગત રાત્રી દરમિયાન બે વાછરડા અને એક પાડા નું મારણ કર્યું છે. , આ ઘટના વન વિભાગને ધ્યાનમાં આવતા વન વિભાગ દ્વારા 4 ટિમ બનવીને 25 કર્મચારીઓ કરે સિંહણ અને ડાલામથ્થાનું ટ્રેકિંગ શરૂ કર્યું છે. ચોટીલા પંથકમાં પ્રવેશ કરનાર સિંહ અને ડાલમથ્થાન ચોબારી- રામપરાથી ઢેઢૂકી વચ્ચેના 15 કી.મી.માં ટ્રેક થયું હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

બાઈટ... દુષ્યંત વસાવડા વન વિભાગ અધિકારી
Conclusion:ઉલ્લેખનીય છે કે ધારી પંથક થી ચોટીલા સુધી આવેલ સિંહણ 6 દિવસ પહેલા ધારી નું જંગલ છોડ્યું છે. જ્યારે સિંહણ પોતાના ઝુંડ થી અલગ પડી હોવાને કારણે આવી ઘટના બની છે. જેમાં વન વિભાગ દ્વારા સ્થાનિકોને ભ્રમિત ના થવાની સૂચના સાથે પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. જ્યારે 6 દિવસ સુધી સિંહણને પૂરતું ભોજન અને પાણી મળ્યું હોવાથી તે દિવસે દિવસે આગળ કૂચ કરી હોવાનું પણ પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.