તૌકતે વાવાઝોડાની વડોદરામાં અસર
શહેરમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ
કામ વગર બહાર ન નીકળવા નાગરિકોને અપીલ
વડોદરાઃ તૌકતે વાવાઝોડાના કારણે વડોદરા શહેરમાં ગત મોડીરાત્રે પવન સાથે ઝરમર વરસાદ પડી રહ્યો છે. તેજ ગતિએ ગુજરાતના દીવના દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલા આ તૌકતે વાવાઝોડાને કારણે ગુજરાતના કાંઠા વિસ્તારોમાં પવનની ગતિ વધી રહી છે. આજે વહેલી સવારથી શહેર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ ઝરમર વરસાદની સાથે સામાન્ય દિવસો કરતા તેજ ગતિથી પવન ફૂંકાઇ રહ્યો છે. શહેરા તાલુકામાં પ્રતિ કલાક 60 થી ઓછી ગતિથી પવન ફુંકાઈ રહ્યા ના સમાચાર મળ્યા હતા. શહેરમાં આજે વહેલી સવારથી જ ઝરમર વરસાદ પડી રહ્યો છે અને ભારે પવનના કારણે શહેરમાં અને જિલ્લાઓમાં વૃક્ષો ધરાશય થવાના બનાવ બન્યા છે. વાવાઝોડાના કારણે વડોદરા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા.
કામ વગર નાગરિકોને બહાર ન નીકળવા અપીલ
તંત્ર દ્વારા પણ નાગરિકોને કામ વગર ઘરની બહાર નહિ નીકળવાની જણાવ્યું હતું. તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર ઓપન જાહેર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા પણ વાવાઝોડાને લઈને તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી. તૌકતે વાવાઝોડા વડોદરા શહેરમાં જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતો એક તબક્કે ગરમીમાં ઠંડકનો અહેસાસ શહેરીજનોને થયો હતો.